પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, ફિક્સ ડીપોઝીટ કરતા પણ વધુ મળશે લાભ

જો તમે જરૂરી ખર્ચા માટે દરેક મહિને નિશ્ચિત રકમ મેળવવા માગો છો તો તમારા માટે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ યોજનામાં તમારી રકમ સુરક્ષિત રહે છે. તેની સાથે જ ફિક્સ ડિપોઝીટ કરતા સારું રિટર્ન પણ મળે છે. આવો આ યોજના વિશે વિસ્તારથી જાણીએ…

જો તમારે POMIS સ્કીમથી એક નિશ્ચિત માસિક આવક જોઈએ તો એના માટે તમારે મહિનાના ન્યૂનતમ 1500 રૂપિયાના રોકાણની શરૂઆત કરવાની રહેશે. POMIS નું ખાતું પર્સનલ અને જોઇન્ટ રૂપે ખોલી શકો છો.

પર્સનલ એકાઉન્ટમાં રોકાણ કરવાની વધારામાં વધારે સીમા પાંચ લાખ રૂપિયા સુધીની છે. જ્યારે જોઈન્ટ એકાઉન્ટ માં નવ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.અહીંયા જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના માં નિવેશ અથવા મેચ્યોરિટી રકમ પર કોઈ ટેક્સની છૂટછાટ મળતી નથી.

આ યોજનાની ખાસ વાત એ છે કે ૧૦ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરવાળા નાબાલિક પણ જોડાઈ શકે છે પરંતુ ૧૮ વર્ષના થવા પર તેમને માઇનોર એકાઉન્ટથી એડલ્ટ એકાઉન્ટમાં બદલવું પડશે. ખાતા ખોલવાની તારીખ થી યોજનાની મેચ્યોરિટી અવધી પાંચ વર્ષની છે.

મેચ્યોરિટી અવધિ પહેલાથી પૈસા કાઢવા પર દંડ આપવો. ખાતા ખોલવાના એક થી ત્રણ વર્ષ વચ્ચે પૈસા કાઢો છો તો જમા રાશિના બે ટકા દંડ રૂપે આપવામાં આવશે.

આ રીતે ત્રણ થી પાંચ વર્ષ વચ્ચે સમય પહેલાં જો તમે પૈસા કાઢો છો તો જમા રાશિના એક ટકા દંડ પેટે આપવામાં આવશે. આ સ્કીમમાં જોડાવા માટે કેટલાક ડોક્યુમેન્ટની પણ જરૂર પડશે.

આ ડોક્યુમેન્ટ માં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આઇડી જેવા કે પાસપોર્ટ ,મતદાન કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ, આધારકાર્ડ શામેલ છે. આ ઉપરાંત રહેઠાણ નું પ્રૂફ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ આપવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *