IPL 2023, RCB vs PBKS લાઇવ સ્કોર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં, પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમો સામસામે છે. આ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબની ટીમના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પંજાબની ટીમ બેંગ્લોર સામે હંમેશા ભારે રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે, જેમાં પંજાબની ટીમે સૌથી વધુ 17 મેચ જીતી છે. જ્યારે બેંગલુરુની ટીમ માત્ર 13 મેચમાં જ જીતી શકી છે. આ વખતે RCB આ જીત અને હાર વચ્ચેનો તફાવત ઘટાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યું છે.
મેચમાં પંજાબ-બેંગલુરુની પ્લેઈંગ-11
પંજાબ કિંગ્સ: અથર્વ તાઈડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરણ (કેપ્ટન), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, નાથન એલિસ, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), ફાફ ડુ પ્લેસીસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ અને મોહમ્મદ સિરાજ.
પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ ટીમના નિયમિત કેપ્ટન શિખર ધવન અને બેંગલુરુ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પ્લેઈંગ-11માં સામેલ નથી. ધવનની જગ્યાએ કરણે કમાન સંભાળી છે. જ્યારે ડુ પ્લેસિસની જગ્યાએ વિરાટ કોહલી કેપ્ટનશીપ કરી રહ્યો છે. ડુ પ્લેસિસ આ મેચ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.