કોરોના કેન્દ્ર અમદાવાદમાં તમામ પ્રકારના મનોરંજન પર પ્રતિબંધ હોવા છતાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં IPl ને મળી મંજુરી

ગુજરાત રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધારે પ્રમાણમાં લોકો આ કોરોનાના ભરડામાં આવી રહ્યા છે અને મૃત્યુ આંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે જે એક ચિંતાજનક બાબત કહેવાય. ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે સરકારની બેધારી નીતિ સામે પ્રશ્નો ઉઠ્યા છે કારણકે અમદાવાદમાં કોરોનાનું વધુ પડતું સંક્રમણ હોવા છતાં પણ અમદાવાદમાં IPL મેચને રમવા માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે.

નોંધનીય બાબત એ છે કે, ગુજરાતમાં કોરોનાએ પોતાનો આંતક મચાવ્યો છે. સતત વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંક ચિંતાજનક સપાટી પર પહોચ્યો છે ત્યારે આ કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આજથી અમદાવાદ શહેરમાં IPL મેચનો પ્રારંભ થઈ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં મોટેરા સ્થિત આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આજે કલકતા અને પંજાબની ટીમ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ રમાશે. તમામ પ્રકારના મનોરંજન પર પ્રતિબંધ હોવા છતાં ક્રિકેટને મંજુરી આપવામાં આવતા સરકારની આ રાજનીતિ સામે અનેક સવાલો ઉઠ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાતા અમદાવાદમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ બંન્ને ટીમના સ્ટાફ અને બ્રોડકાસ્ટને ખાસ મંજૂરી આપવામાં આવી છે. તો કર્ફ્યૂ છતાં 500થી વધુ સભ્યોને કાફલો આવન-જાવન કરી શકશે. સાથે જ બંન્ને ટિમના સભ્યોને પણ આવવા જવાની ખાસ મંજૂરી અપાઇ છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં જંગી વધારો થતા ઘણા મહાનગરોમાં રાત્રી કરફ્યું લાદી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ રાત્રે 8 વાગ્યાથી રાત્રી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જયારે આ કોરોનાના કાળ વછે બંને ટીમના બ્રોડકાસ્ટ અને ટીમના સ્ટાફને ખાસ મંજુરી આપવામાં આવેલ છે. જયારે શહેરમાં કરફ્યું હોવા છતાં પણ 500 થી વધુ લોકોનો કાફલો આવન-જાવન કરી શકશે. સાથે સાથે બંને ટીમના ખેલાડીઓને પણ આવવા જવા માટેની ખાસ મંજુરી આપવામાં આવી છે. જ્યારે કેટલાક ખેલાડીઓ અધવચ્ચે જ IPL છોડીને જઈ રહ્યા છે ત્યારે BCCI એ કહ્યું છે કે IPL તો શરૂ જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *