ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 નું પૂર્ણ સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. આઈપીએલની 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી અબુધાબીમાં શરૂ થશે. ઉદઘાટન મેચમાં છેલ્લી વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) અને રનર્સ અપ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) સામે રમશે.
10 નવેમ્બરના રોજ આઈપીએલની ફાઈનલ
ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 53 દિવસ સુધી ચાલશે. આઈપીએલની ફાઈનલ 10 નવેમ્બરના રોજ યોજાશે. આ વખતે આઈપીએલના 10 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમવામાં આવશે.
Indian Premier League (IPL) Governing Council releases the complete fixtures for the league stage of the Dream11 IPL 2020 to be held in UAE. https://t.co/7FRfkI6Cbg pic.twitter.com/iM4HTBpMNo
— ANI (@ANI) September 6, 2020
તમામ મેચ ત્રણ સ્ટેડિયમમાં યોજાશે
બુધવારે બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે કહ્યું હતું- મેચ શેડ્યૂલ પ્રમાણે થશે. આ તમામ મેચ યુએઈના ત્રણ શહેરો દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે. પ્રથમ વખત લીગની ફાઇનલ વીકએન્ડને બદલે વીક-ડે (મંગળવાર) પર થશે. સાંજના મેચો જૂના સમયપત્રકના અર્ધા કલાક પહેલાં એટલે કે 7.30 વાગ્યે શરૂ થશે. બપોરે ૩.૩૦ વાગ્યાથી મેચ રમાશે.
ખેલાડીઓએ બ્લૂટૂથ બેજેસ પહેરવા પડશે
આઈપીએલમાં કોરોના ચેપ પર નજર રાખવા માટે ખેલાડીઓ, અધિકારીઓને સંપર્ક ટ્રેસિંગ માટે બોર્ડ દ્વારા બ્લૂટૂથ બેજેસ આપવામાં આવ્યા છે. યુએઈમાં ખેલાડીઓ સાથે આવેલા પરિવારના સભ્યોએ પણ આ બેજ પહેરવું જરૂરી છે. આરોગ્ય એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેકને શરીરના તાપમાનની દૈનિક માહિતી આપવાની રહે છે.
બીસીસીઆઈએ આરોગ્ય એપ્લિકેશન તૈયાર કરી છે
ફ્રેન્ચાઇઝી અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઈએ ખેલાડીઓ, અધિકારીઓ અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે આરોગ્ય એપ્લિકેશન તૈયાર કરી છે. દરેક વ્યક્તિએ આ આરોગ્ય એપ્લિકેશનમાં દરરોજ તેના સ્વાસ્થ્યને લગતી માહિતી આપવી પડશે. ખાસ કરીને તમારા શરીરનું તાપમાન જણાવવા માટે. અધિકારીઓએ કહ્યું કે આ એપ્લિકેશન તમને કોરોના ચેપના જોખમ વિશે અગાઉથી ચેતવણી આપે છે. તેની સહાયથી, તમે તમારા પોતાના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en