ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર રેસલર બજરંગ પુનિયા (Bajrang Punia) એ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર IPS ઓફિસરની તસવીરો શેર કરી છે. આ સાથે તેણે આ IPS ઓફિસરની જોરદાર પ્રશંસા પણ કરી છે. આ IPS અધિકારીઓનું નામ સંતોષ મિશ્રા (Santosh Mishra IPS) છે. તસવીર શેર કરતા બજરંગ પુનિયાએ લખ્યું, ‘તેણે દેશ માટે 50 લાખ રૂપિયાની વિદેશી નોકરી છોડી દીધી હતી.’
બજરંગ પુનિયાએ પોતાની પોસ્ટ સાથે બે તસવીરો શેર કરી છે. જેમાં આઈપીએસ અધિકારીઓ સરકારી શાળાના બાળકોને ભણાવતા જોવા મળે છે. બજરંગ પુનિયાની પોસ્ટ અનુસાર, IPS સંતોષ મિશ્રા તેમના કામ પછી બાકીનો સમય ગરીબ, લાચાર અને આર્થિક રીતે નબળા બાળકોને શિક્ષિત કરવામાં વિતાવે છે. તેણે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 50 લાખ રૂપિયાના પગાર સાથે દેશ માટે નોકરી છોડી દીધી. ત્યાર બાદ તે ભારત આવ્યો અને લોકોનું ભલું કરવા લાગ્યો હતો.
rispect ??❤️ @IPS_SantoshM pic.twitter.com/mKZWaKbSS1
— Bajrang Punia ?? (@BajrangPunia) January 20, 2022
જાણો કોણ છે IPS સંતોષ મિશ્રા:
જણાવી દઈએ કે સંતોષ મિશ્રા હાલમાં ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એસપી તરીકે કાર્યરત છે. તે ટ્વિટર પર ખૂબ જ લોકપ્રિય છે. બિહારના રહેવાસી સંતોષ મિશ્રા 2012 બેચના IPS ઓફિસર છે. વર્ષ 2011માં તેણે યુએસમાંથી સોફ્ટવેર એન્જિનિયરની નોકરી છોડી દીધી હતી. તેમજ અમેરિકામાં તેમનો પગાર 50 લાખ રૂપિયા હતો. ત્યાર પછી, તેણે સિવિલ સર્વિસની તૈયારી કરી અને પ્રથમ પ્રયાસમાં જ દેશની સૌથી મોટી પરીક્ષા પાસ કરીને આઈપીએસ અધિકારી બન્યા.
IPS સંતોષ મિશ્રાના જણાવ્યા અનુસાર, તે પટના જિલ્લાના એક નિવૃત્ત આર્મી મેનનો પુત્ર છે. બિહાર સ્કૂલમાંથી 10મું અને 12મું પાસ કર્યા પછી તેણે પુણે યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તેને યુરોપની કંપનીમાં પસંદ કરવામાં આવ્યો હતો. 4 વર્ષ સુધી યુરોપમાં કામ કર્યા બાદ તેઓ યુએસ ગયા હતા. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ તેઓ ભારત પાછા ફર્યા હતો. વાસ્તવમાં તેમનું મન દેશની સેવામાં લાગેલું હતું એટલે તેમણે 50 લાખનું વાર્ષિક પેકેજ પણ છોડી દીધું હતું.
બાળકોને ફ્રી ટાઇમમાં શીખવવું:
સંતોષ મિશ્રાને જ્યારે પોતાના કામમાંથી ફ્રી સમય મળે છે ત્યારે તે સરકારી શાળાના બાળકો વચ્ચે પહોંચી જાય છે. તેનનું કહેવું છે કે તે એક વખત પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવા આવ્યો હતો ત્યારે એક બાળકે જલેબી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછી તેણે બાળકો માટે જલેબી મંગાવી હતી. તેમજ તે બાળકો સાથે ખૂબ એન્જોય કરે છે. તે સમાજ માટે કંઈક કરવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.