ગાંધીનગર (Gandhinagar) માં આવેલ પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા (Pethapur Swaminarayan Gaushala) નજીક ત્યજી દેવામાં આવેલ શિવાંશના પિતા સચિન દીક્ષિત (Sachin Dixit) ને રાજસ્થાન (Rajasthan) માં આવેલ કોટા શહેર (Kota city) થી પકડી પાડ્યા પછી સચિને શિવાંશની માતા મહેંદી એટલે કે, હીનાની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
બાદમાં પોલીસ આરોપી સચિનને લઇ વડોદરામાં આવેલ ખોડિયારનગરનાં દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી કે, જ્યાં બેગમાં પેક કરવામાં આવેલ મહેંદીની લાશ મળી આવી હતી. વિગતે જાણીએ તો, ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા પાસે રઝળતો મુકીને એક શખ્સ જતો રહ્યો હતો. બાદમાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરતા સચિનની ઓળખ થઈ હતી.
‘મારી દિકરીની લાશ અંતિમસંસ્કાર માટે મને સોંપજો’: મહેંદીના પિતાની પોલીસને વિનંતી
મારી દીકરીની સાથે જે થયું તે ઈશ્વરની મરજી પ્રમાણે પરંતુ હવે મને મારી દીકરીનો મૃતદેહ સોંપવામાં આવે એવી મારી ઈચ્છા રહેલી છે એમ પ્રેમીના હાથે હત્યાનો ભોગ બનેલ મહેંદી પેથાણીના પિતા મહેબુબભાઈએ કહ્યું હતુ. અમદાવાદમાં રહેતા મહેબુબભાઈની સૌપ્રથમ પત્નીનુ સંતાન મહેંદીની માતાનુ નિધન થયા પછી તેની સારસંભાળ થોડા સમય માટે તેના પિતાએ કરી હતી.
બાદમાં મહેંદીને તેની નાનીને ત્યાં ચિત્રાસણ, જુનાગઢ ખાતે લઈ જવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતુ કે, કે તેમની દિકરીની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઉંડો આઘાત લાગ્યો છે. આવા સંજોગોમાં તેમણે પોલીસ વિભાગને અરજી કરી છે કે, તેમની દીકરીના અંતિમસંસ્કાર તેમના હાથે થાય તે માટે તેની લાશ પોસ્ટમોર્ટમ બાદમાં તેમને સોંપવામાં આવે.
‘મહેંદીને મેં હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો પણ તેણે મને છોડી દીધો’ : પ્રથમ પતિ
મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદમાં આવેલ જુહાપુરામાં રહેતા એક વેપારી યુવાન સાથે થયા હતા. જો કે, સાડા ત્રણ વર્ષ પહેલા એક દિવસ તે ગુમ થઈ જતા આ મામલે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જો કે પાછળથી ફરી મળી આવતા જાણવા મળ્યું હતુ કે, મહેંદીને તેની માસીના દીકરાની સાથે પ્રેમસબંધ હોવાથી તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. આ ઘટના પછી આદિલ પંજવાણીએ મહેંદીની સાથે છુટાછેડા લઈ લીધા હતા બાદમાં તે સચિન દીક્ષિતની સાથે લીવઈનમાં રહેતી હોવાનુ જાણવા મળ્યું છે.
મહેંદીનો પ્રથમ પતિ એટલે કે, આદિલ પંજવાણી જણાવે છે કે, હું મહેંદીને ખૂબ પ્રેમ કરતો હતો. મા વગરની મહેંદીને મે હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે મને છોડીને ચાલી ગઈ હતી. તેના મોત અંગેના અહેવાલ વાંચીને મને ખૂબ દુખ થયું છે.
શિવાંશ પર સૌપ્રથમ હક એના દાદાનો ગણાશે:
લીવઇનમા રહેતી પ્રેમિકાથી જન્મેલ કુમળા ફૂલ જેવવો મહેંદીનો બાળક એક જ ક્ષણમા માતા-પિતા વગરનો નોંધારો થઇ ગયો છે. હજુ તો સમજી પણ શકતો નથી, પાપા પગલી ભરી શકતો નથી ત્યારે શહેરના કોર્પોરેટરે માતા જશોદાની ભુમિકા ભજવી હતી.
બાળકના માતા પિતા કોણ હશે તેના પરથી પડદો ઉંચકાઇ જતા બાળક શિવાંશ નોંધારો બની ગયો છે. રવિવારે સાંજના સુમારે ગાંધીનગર સિવિલથી ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમા લઇ જવામા આવ્યો હતો. આની ઉપરાંત મહત્વની બાબત તો એ છે કે, શિવાંશની માતાનું મોત થઈ ચૂક્યું છે તેમજ તેનો પિતા હવે હત્યાનો આરોપી છે.
કાનૂની નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, શિવાંશ ખરેખરમાં સચિનનો દીકરો છે કે નહીં તે અંગેની ખરાઈ DNA રિપોર્ટથી થશે. રિપોર્ટમાં આ વાત સાચી જણાય તો શિવાંશ પર સૌપ્રથમ હક તેના દાદા નંદકિશોર એટલે કે, સચિનના પિતાનો ગણાશે. તેઓ શિવાંશની જવાબદારી લેવા તૈયાર થાય છે કે પછી દત્તક આપવા માગે છે તેના પર શિવાંશનું ભવિષ્ય નક્કી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.