નંબર પ્લેટ વગરની ગાડી લઈને ત્રણ લબરમુછીયાઓએ બેફામ બનીને હાઇવે પર કર્યા સ્ટંટ- વીડિયો થયો વાયરલ

Stunt viral video in navasari: હાલ ગુજરાતના યુવકો રસ્તા પર એમ ગાડી ચલાવે છે કે જેમ તે રોડ તેમના પપ્પાનો હોય છે. હાલ તેવી ઘટના રાજ્યના નવસારી જીલ્લાના રોડ રસ્તાને રેસિંગ ટ્રેક સમજીને બેજવાબદારી પૂર્વક વાહન હંકારતા(Stunt viral video in navasari) વીડિયો વાયરલ થવાની જાણે હોડ જામી હોય તેમ એક પછી એક એમ ટોટલ 3 વિડીયો વાયરલ થયા છે.જેમાં પોલીસે માત્ર એક મહિલા આરોપી સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

જેમાં પોલીસે માત્ર એક મહિલા આરોપી સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.જોકે એ મહિલા બાઇકર્સને પણ જામીન મેળી ગયા છે.અન્ય એક વીડિયોમાં સ્ટંટબાજના ઘરનું એડ્રેસ ખોટું હોવાનું પોલીસ જણાવી રહી છે. તો આજે ફરી ત્રણ બાઇકર્સે હાઇવેને બાનમાં લીધાનો વીડિયો સામે આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ત્રણ લબરમુછીયાઓએ હાઇવે બાનમાં લીધો
સોશિયલ મીડિયામાં કાલે એક વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે, નંબર વગરની નવી નકોર બાઇક લઈને નીકળેલા ત્રણ લબરમુછીયા ઇટાળવા રોડ ઉપર ગફલત ભરી રીતે બાઈક ચલાવે છે. ટ્રાફિકથી ધમધમતા નવસારી ગણદેવી રોડને રેસિંગ ટ્રેક સમજી બેઠેલા આ યુવાનોને સ્પીડમાં બાઇક ચલાવતા અન્ય રાહદારીઓ માટે પણ જોખમ ઊભું કર્યું છે. આ સમગ્ર મામલે વીડિયો નવસારીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યા પછી ટ્રાફિક PSIને આ મામલે જાણકારી આપવામાં આવી છે.

25મી ઓગષ્ટે લાલિયાવાડી રોડ પણ સ્ટંટ થયો હતો
નવસારી શહેરના ટ્રાફિકથી ધમધમતા ગ્રીડથી કાલીયાવાડી રોડ પર એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે હાથમાં નારંગી કલરનું કપડું લઈ બંને હાથ છોડી બાઈક હંકાર તો નજરે પડે છે. સ્ટંટ કરતાં યુવાનની બાઈકનો (GJ-19-F-5286)નંબર પણ સ્ક્રીન પર દેખાય હતો. નંબરની બાઈક પર સવાર થઈને યુવાને અન્ય રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકી રહ્યો હતો. ટ્રાફિક પોલીસ આ વાહન ચાલકને હજી સુધી આઇડેન્ટીફાય કરી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *