ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો- પોલીસે તપાસ કમિટીની રચના કરી શરૂ કરી તપાસ

Ahmedabad ISKCON Bridge Accident Update News: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલે lકાલે એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એવી છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી પોલીસે તપાસ કમિટીની રચના કરી છે. વિગતો અનુસાર અકસ્માતની ઘટનાની તપાસ કમિશ્નર, 3 DCP અને 5 PIની અધ્યક્ષતામાં થશે. ઉલેખનીય છે કે, અમદાવાદમાં(Ahmedabad ISKCON Bridge Accident Update News) ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ તેમજ કારમાં સવાર મિત્રોને મેટ્રો કોર્ટમાં આજે એટલે કે તારીખ 21 જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે. જ્યાં 10 જિંદગીને કચડી નાખરા આરોપી સામે રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવશે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તારીખ 19 જુલાઈના રોજ એટલે કે બુધવાર મધ્ય રાતે 160 સ્પીડે કાર ચલાવનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા સહિત અન્ય 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર માનવ વધના ગુના હેઠળ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેને લઈ હવે પોલીસ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં કમિશ્નર, 3 DCP અને 5 PIની અધ્યક્ષતામાં આ ઘટનાની તપાસ થશે.

તપાસ કમિટીમાં કોણ કોણ ?
પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના પણ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જેગુઆર કારના માલિકની પણ થશે તપાસ
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે હવે જેગુઆર કારના માલિકની પણ તપાસ થશે. મહત્વનું છે કે, જેગુઆર કારનો માલિક ક્રિશ વરિયા છે. અને ક્રિશના પિતા હિમાંશુ વરિયાનો પણ ગુનાહિત ઇતિહાસ છે. હિમાંશુ વરિયા400 કરોડના કૌભાંડમાં CBIના પંજામાં આવી ચૂક્યો છે. ઉલ્ખેનીય છે કે, દીકરો ક્રિશ લંડન ભણતો ત્યારે પિતા હિમાંશુ વરિયાએ આપઘાત નો પ્રયાસ પણ કર્યો હતો. આ સાથે પ્રજ્ઞેશ ગેંગરેપમાં તો હિમાંશુ ફાયનાન્સિયલ ફ્રોડમાં જેલના સળિયા ગણી ચૂક્યા છે.

બન્ને આરોપીને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે
ઇસ્કોન અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને આજે 11 વાગે મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવશે.હાલ તથ્ય પટેલને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રાખવામાં આવ્યા છે. આ સાથે પ્રજ્ઞેશ પટેલ સરખેજ પોલીસ સ્ટેશનની લોકઅપમાં છે. મહત્વનું છે કે, ગઈકાલે સાંજે પાંચ વાગે બન્ને આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તરફ ધરપકડ બાદ બન્ને આરોપીનું રી કન્સ્ટ્રકશન કરાયું હતું. આ સાથે આરોપી સાથે FSL તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

એક જ સપ્તાહમાં ચાર્જશીટ
મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવાશે. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

કાર 160 ની સ્પીડમાં હોવાનો FSLનો રિપોર્ટમાં ખુલાસો
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત મામલે એફએસએલ દ્વારા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કાર 160 ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *