10 ના જીવ લેનારો તથ્ય બન્યો કેદી નંબર 8683, તપાસમાં વધુ એક કાંડ ખુલ્યો

Iscon Bridge Accident: અમદાવાદના S.G હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. જેલમાં હવે તથ્ય પટેલનુ નવું નામ બહાર આવ્યું છે. તેને હવે જેલમાં(Iscon Bridge Accident) હવે કેદી નંબર-8683થી બોલાવવામાં આવશે. તથ્ય પટેલના પિતા પણ જેલમાં જ છે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હવે કેદી નંબર-8626થી બોલાવવામાં આવશે.

પોલીસે તથ્યના વધુ રિમાન્ડની માંગ ના કરી
આજે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કોર્ટ રૂમ પણ ખીચોખીચ ભરાઈ ગયો હતો. પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ નહોતી કરી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે તથ્ય અને તેનો પિતા સાબરમતી જેલમાં રહશે. તથ્યના વકીલે તેને મળવા માટે સમય માંગ્યો હોવાનું પણ માહિતી મળી રહી છે.

FSLના રીપોર્ટમાં કારની સ્પીડને લઈ ધડાકો
બીજી બાજુ FSLના રીપોર્ટમાં કારની સ્પીડને લઈ ધડાકો કરવામાં આવ્યો છે. FSL દ્વારા હાલમાં જે રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે એમાં એવું કહેવાયું છે કે અકસ્માત થયો ત્યારે તથ્યની જેગુઆર કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હતી.આ કેસમાં હવે RTO તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે. તેમાં પણ કાર કેટલી સ્પીડે દોડતી હતી તે નક્કી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *