ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભાજપ એક એક વિડિયો શોધી રહી છે આજે એક વિડીયો આવ્યો પછી બીજો વિડિયો આવશે. આપણે બધાને યાદ હશે કે 2017 માં એક પાટીદાર યુવાનના અમુક વિડિયો ભાજપ(Isudan Gadhvi) એ બહાર પાડ્યા હતા અને આ બધી બાબતો પાટીદાર(Patidar) સમાજ ક્યારેય પણ ભૂલશે નહીં.
વધુમાં ઉમેરતા કહ્યું કે, ગોપાલ ઇટાલિયા એ બે સરકારી નોકરીઓને છોડી દીધી હતી કારણ કે, એમનાથી મોંઘવારી અને પેપર લીક જેવી બાબતો સહન ન હતી થતી. હું ગુજરાતના પાટીદાર આગેવાનોને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલીયાને બદનામ કરવા અને પરેશાન કરવા માટે ભાજપ જે ષડ્યંત્ર કરી રહ્યું છે એના વિરુદ્ધમાં તમામ પાટીદાર આગેવાનોએ અવાજ ઉઠાવવો પડશે. 2017 માં એક પાટીદાર યુવાનની સીડી આવી હતી એ કોણે બનાવી હતી? ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે તે મુદ્દા ભટકાવવાનું કામ કરી રહી છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવતા કહ્યું છે કે, ભાજપના લોકોએ અરવિંદ કેજરીવાલજીના પોસ્ટર લગાવ્યા અને એ પોસ્ટરો દ્વારા ભગવાનનું અપમાન કર્યું. મારું એ જ સવાલ છે કે આખા ગુજરાતમાં પોસ્ટર લગાવવાનો સમય જો ભાજપને મળતો હોય તો સ્કૂલ હોસ્પિટલ બનાવવાનો સમય કેમ નથી મળતો? પોસ્ટરો લગાવવામાં જે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે તેનાથી સ્કૂલ હોસ્પિટલ બની શકી હોત.
ભાજપની માનસિકતા પટેલ અને માલધારી વિરોધી: ઈસુદાન ગઢવી
ગુજરાતની જનતા ભાજપની પટેલ અને માલધારી સમાજ વિરોધી માનસિકતાને ખુલ્લી પડવા જઈ રહી છે. આજે ભાજપના નેતાઓની સભાઓમાં કાગડા ઉડે છે અને અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીની સભામાં લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એટલા માટે જ આમ આદમી પાર્ટી અને એક પટેલ સમાજના યુવાનને આગળ આવતા રોકવા માટે ભાજપ ષડયંત્ર રચી રહી છે. હું ફરી એકવાર પટેલ સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે પટેલ સમાજ એક થાય અને ભાજપને જવાબ આપે. જે રીતે ભાજપ એક ગરીબ પાટીદાર યુવાનને પરેશાન કરી રહી છે આનો જવાબ પાટીદાર સમાજ અને ગુજરાતની જનતા આવનારી ચૂંટણીમાં આપશે.
આજે ભાજપના નેતાઓ અર્બન નક્સલવાદ ની બૂમો પાડી રહ્યા છે તો મારે એટલું જ કહેવું છે કે કેન્દ્રમાં તમારી સરકાર છે તો પકડો અર્બન નક્સલવાદીઓને. જો ગોપાલ ઇટાલીયા એ ગુનો કર્યો હોય તો તેને ફાંસીએ ચડાવી દો પણ ગુજરાતની જનતાને જવાબ આપો કે તમે 27 વર્ષમાં શું કર્યું? જો તમે અર્બન નક્સલવાદીઓને ન પકડી શકતા હોય તો અમને પંદર દિવસ સત્તા સોંપો અમે પકડી બતાવીશું. તમે આવું કરી શકતા નથી કારણ કે તમારી અંદર તાકાત નથી. ખાલી પ્રેસ કોન્ફરન્સ કરીને નિવેદનો આપી રહ્યા છો. પણ આ બધું કરવાથી યુવાનોને રોજગારી નહીં મળે અને ખેડૂતોની આવક બમણી નહીં થાય.
થોડા દિવસ પહેલા સી.આર.પાટીલ નિવેદન કર્યું હતું કે, ગુજરાતની સ્કૂલ જોવા માટે આવો અને જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની સ્કૂલો જોવા માટે તૈયાર થયા તો હવે સી.આર.પાટીલ લીધી તારીખ નથી કહી રહ્યા. અમે પણ સી.આર.પાટીલ ને આમંત્રણ આપીએ છીએ કે તમે ઈચ્છો એ દિલ્હીની સ્કૂલ જોવા માટે આવી શકો છો અમે દિલ્હીની સ્કૂલો બતાવવા માટે તૈયાર છીએ. હું ગુજરાતની જનતાને ફરી એકવાર વિનંતી કરું છું કે ગુજરાતના લોકો અને ગુજરાતના બાળકોના સુંદર ભવિષ્ય માટે આમ આદમી પાર્ટી આવી છે.
હજુ ચૂંટણી આવતા આવતા ભાજપના આઈટી સેલ વાળા ઘણા કળા કરશે જેવી એ લોકોએ થોડા દિવસ પહેલા પોસ્ટરોમાં કરી હતી. એ લોકો મુદ્દા પરથી ધ્યાન ભટકાવીને લોકોને અલગ મુદ્દા પર લઈ જવા માંગે છે. એટલા માટે જ હું કહું છું કે કોઈ વિડીયો મુદ્દો નથી કારણ કે હાર્દિકભાઈ પટેલે પણ એલ ફેલ કહ્યું છે પરંતુ આજે કમલમમાં તેમને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવે છે. હાર્દિકભાઈ ના આવા ઘણા વિડીયો મારી પાસે છે પરંતુ ફરી એકવાર કહી રહ્યો છું કે વિડીયો કોઈ મુદ્દો નથી. તમારા અને મારા બાળકો ભણી ન શકે એટલા માટે આ લોકોએ સાડા ત્રણ લાખ કરોડની લૂંટ ચલાવી છે. તમારા અને મારા બાળકો ગરીબ રહે અને એમના બાળકો વિદેશમાં જઈને ભણે એ માટેનો આ બધું ષડયંત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.