ગુજરાત(Gujarat): હવામાનની આગાહી(weather forecast) અનુસાર રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ(Unseasonal rain) ખાબક્યો છે. મળતી વિગતો મુજબ રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં સવા ઈંચ ખાબક્યો છે. આ સાથે ડાંગ, અરવલ્લી અને વંથલીમાં કરા સાથે વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. આ બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાનો ભય ઉભો થયો છે. આ સાથે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયું હોવાનું પણ સામે આવ્યું છે.
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈને પડેલા કમોસમી વરસાદ કારણે રાજ્યના 5 વ્યક્તિઓને કાળ ભરખી ગયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 3 દિવસ કમોસમી વરસાદ આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન કમોસમી વરસાદની સાથે વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મોત થયા છે.
રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતિત બન્યો છે. વિગતો અનુસાર, રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ થયા પછી હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વાત જાણે એમ છે કે, કેરી, ઘઉં અને ચીકુના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં અવી છે. જે મુજબ રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યા બાદ હજી આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળતા કેટલાક વિસ્તારોમા કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે, આ દરમિયાન મહીસાગર, છોટાઉદેપુર અને સુરતમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે, ડાંગમાં વીજળી પડતા એક વ્યક્તિ મોત થયું છે જ્યારે દાહોદમાં પણ વીજળી પડતા એક મહિલાનું મૃત્યુ થયું છે.
હજુ 3 દિવસ વરસાદની આગાહી:
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને કચ્છની ઉપર સર્જાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે ગુજરાતમાં હજુ 21મી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો આજે સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને બોટાદમાં કમોસમી વરસાદ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.