જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના બડગામ(Budgam) જિલ્લામાં ગુરુવારે સાંજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ તેમની કાર્યવાહીમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે ગુરુવારે સાંજે એન્કાઉન્ટર(Encounter) શરૂ થયાની માહિતી આપી હતી. હવે માહિતીમાં સામે આવ્યું છે કે સેનાએ 6 જાન્યુઆરીએ એક આતંકવાદી(Terrorist)ને ઠાર માર્યો હતો.
#UPDATE | Three terrorists neutralized in an encounter that broke out at the Zolwa Kralpora Chadoora area of Budgam. Identification & affiliation being ascertained. Incriminating materials including arms & ammunition recovered: IGP Kashmir pic.twitter.com/cNA303LTn3
— ANI (@ANI) January 7, 2022
આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. આ વાતને નકારીને તેણે સુરક્ષા દળોની ટુકડી પર ગોળીબાર કર્યો. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સમગ્ર વિસ્તારને ઘેરી લઈને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે સોમવારે શ્રીનગરની બહારના હરવનમાં સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના કુખ્યાત અને વોન્ટેડ આતંકવાદી સલીમ પારે સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું હતું કે, “પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કુખ્યાત આતંકવાદી સલીમ પારે શ્રીનગર પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.”
કાશ્મીરના IGPએ કહ્યું, ‘આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. અમને હાલમાં મળેલી માહિતી મુજબ એક આતંકીનું નામ વસીમ હતું અને તે શ્રીનગરનો રહેવાસી હતો. અમારી પાસે ત્રણ એકે 56 રાઈફલ પણ છે.
આઈજીપી કાશ્મીરે કહ્યું હતું કે શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બીજા આતંકીની ઓળખ પાકિસ્તાનના હાફિઝ ઉર્ફે હમઝા તરીકે થઈ છે. તે બાંદીપોરામાં 2 પોલીસકર્મીઓની હત્યામાં સામેલ હતો અને આ આતંકી ઘટના બાદ તેને શ્રીનગરના હરવાન વિસ્તારમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નજીકના ગાસુ ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.