ગોઝારા અકસ્માતથી ધ્રુજી ઉઠી ધરા, કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કિશ્તવાડ(Kishtwar) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો છે. આ અકસ્માતમાં કેટલાય લોકોના મોત થયા હતા. જીલ્લાના બોંડા ગામ(Bonda village) પાસે એક ટાટા સુમો વાહન ઊંડી ખીણમાં ખાબક્યું હતું, જેમાં 8 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે કિશ્તવાડ જિલ્લામાં ટાટા સુમો રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ લોકોના મોત થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે અકસ્માત બુન્દા ચતરુ ચાંગા પાસે થયો જ્યારે ખાનગી ટેક્સી વાહનના ડ્રાઈવરે (JK17-9117)કાબૂ ગુમાવ્યો હતો. તેમણે કહ્યું કે, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે અન્ય લોકોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક લોકો, પોલીસ અને સેના સહિત બચાવકર્મીઓ અન્ય પાંચ લોકોને હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે કેટલાક ઘાયલો ગંભીર રીતે ઘાયલ છે. એક પોલીસ અધિકારીએ અકસ્માતમાં જાનહાનિની ​​પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, આ મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે. બીજી તરફ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્ર સિંહે આ દુર્ઘટના વિશે જણાવ્યું કે, તાજેતરમાં જ તેમણે ડીસી ડૉ. દેવાંશ યાદવ સાથે વાત કરી હતી. તેમણે ચતરૂમાં એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે જણાવ્યું, જેમાં સાત લોકોના મોત થયા હતા.

તેમણે કહ્યું કે, ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરૂમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોત વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. હું આ દુ:ખદ અકસ્માતના પીડિતો માટે પ્રાર્થના કરું છું. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *