ગુજરાતમાં આવેલ જામનગરમાં ફરી એકવાર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હોબાળો મચી ગયો છે. નર્સ તરીકે કામ કરતી માત્ર 25 વર્ષીય પરિણીતા એના પતિની સાથે હરીપર ગામની નજીક આવેલ મેલડી માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે ગઇ હતી. ત્યાંથી બપોરનાં સમયે ગોરડીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યાં હતાં. ત્યાં માર્ગમાં કુલ 2 લોકોએ પતિ પત્નીને ધમકાવીને પૂછ્યું કે, અત્યારે ક્યાં જઈ રહ્યાં છો.
ત્યારબાદ ચાકુની અણીએ બંન્નેને મારી નાખવાની ધમકી આપીને સાથે આવવા જણાવતા પતિને ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યારબાદ આ બંન્ને પરિણીતાને ઝાડીમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. હાલમાં પોલીસે આ બન્ને આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે.
મળતી જાણકારી મુજબ, ધ્રોલમાં રહેતા તેમજ નર્સ તરીકે કામ કરતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 16 ઓક્ટોબરે મહિલા પોતાના પતિની સાથે હરીપર ગામની નજીક આવેલ મેલડી માતાજીના દર્શન કરવા માટે ગયા હતા.
ત્યાંથી દર્શન કરીને 2.30 વાગ્યાની આજુબાજુ ગોરડીયા હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યાં હતા. આ દરમિયાન મહિલાનો પતિ માર્ગમાં માવો ખાવા માટે ઉભો રહ્યો હતો. આ સમયે બાઇક પર કુલ 2 શખ્સો એટલે કે, કાદર ઉર્ફે ઓઢીયો ડખેર તથા અઝરુદ્દીન ઉર્ફે અજુડો જુણેજા આવીને દંપતીને ધમકાવવા લાગ્યા હતા.
આ દંપતીનાં ફોન પણ છીનવી લેવામાં આવ્યાં હતાં. પતિ પત્નીને જણાવ્યું કે, તે બન્ને એમની સાથે જાય પણ પતિ પત્નીને છોડી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પરિણીતાને બાઇક પર બેસાડીને અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નજીક આવેલ ઝાડીઓમા લઇ જઇને પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ઘ્રોલ પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોંધીને બાઇકમાં સવાર કુલ 2 શખ્સોને શોધવાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એમને સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં જ બંન્ને આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા પણ જામનગરમાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી.
જામનગરમાં ફક્ત 15 વર્ષીય સગીરની સાથે મિત્રતા કેળવીને પાડોશી શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારપછી પરીવારજનોને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતી.પીડિતાના પિતાએ પોલીસને અરજી આપી હતી. જેની તપાસ કર્યાં બાદ આ જાણકારી સામે આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle