રાજકોટમાં જાનૈયાઓ દારૂની બોટલ સાથે ‘પીલે પીલે…’ ગીત પર ઝૂમ્યા; વિડીયો વાયરલ થતા પોલીસે કર્યા એવા હાલ…

રાજ્યમાં દારૂબંધી ફક્ત કાગળો પર જ રહી ગઈ છે. હવે તો જાહેરમાં જ દારૂની રેલમછેલના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) માં…

રાજ્યમાં દારૂબંધી ફક્ત કાગળો પર જ રહી ગઈ છે. હવે તો જાહેરમાં જ દારૂની રેલમછેલના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) માં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં લગ્નની જાનમાં દારૂની રેલમછેલ ઉડી હતી અને કાયદા કાનુનના લીરેલીરા ઉડાવ્યા હતા અને તિરંગા ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તે મામલે રાજકોટ પોલીસ દ્વારા લગ્નમાં દારૂ પાર્ટી મામલે સાત લોકોની ધરપકડ કરી છે.

રાજકોટમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હતી તેનો વિડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જાનૈયાઓ તિરંગા ફિલ્મના પીલે પીલે ઓ મોરે રાજા ગીત પર દારૂની બોટલ સાથે ઝુલતા જોવા મળ્યા છે. આટલું જ નહિ પણ આ વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ દારૂ પાર્ટીના વીડિયો જોઈ ને રાજકોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજકોટ પોલીસ દ્વારા દારૂ પાર્ટી મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂની પાર્ટી કરતા 7 આરોપીની પકડવામાં આવ્યા છે. પોલીસે હિરેન ઉર્ફે હેરી પરમાર, પ્રતીક ઉર્ફે કાળીયો પરમાર, ધવલ મારુ, ગટીયો, મયુર ભરવાડ, ધર્મેશ ઉર્ફે આસૂડો અને અજય ઉર્ફે જબરોની ધરપકડ કરી છે. જ્યારે રાજકોટ પોલીસ દ્વારા નીતિન ખંડેખાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દારૂને  ઉડાવનાર હિરેન ઉર્ફે હરિ અરવિંદ પરમાર, તેનો ભાઇ પ્રતિક ઉર્ફે કાળિયો અરવિંદ પરમાર, ધવલ મગન મારૂ, દામજી મેપા પ્લોટનો ગટિયો, અંકુર રોડના મયૂર ભરવાડ, દામજી મેપા પ્લોટના ધર્મેશ ઉર્ફે આસુડો અને નીતિન ખાંડેખાને ઝડપી લઇ સાતેયની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

દારૂની પાર્ટીમાં અજય ઉર્ફે જબરોનું નામ ખૂલતાં તે ત્યાંથી ફરાર થયી જતા તેની શોધખોળ શરૂ કરી હતી. આ ઉપરાંત કોઠારિયા રોડ પરના આસોપાલવપાર્કના રામેશ્વર એવન્યૂમાં રહેતા જિતેન્દ્ર રાઘવ તલાવિયાએ પોતાની  રિવોલ્વર વરરાજા વિજય કુંભારવાડિયાને આપી હોવાનું ખૂલતાં પોલીસે વિજય અને જિતેન્દ્ર સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વરરાજા વિજયને પણ રાત્રે જ પકડી પાડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *