અમરેલીમાં ચાલુ વાતચીત દરમિયાન યુવકના હાથમાં જ ફાટ્યો ફોન, આગ લાગતા યુવકના એવા હાલ થયા કે…

ગુજરાત(Gujarat): અવારનવાર અનેક ફોન ફાટવા(Phone blast)ની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વાર ફોન ફાટ્યો હોવાની ઘટના અમરેલી(Amreli)માંથી સામે આવી છે. જો વાત કરવામાં…

ગુજરાત(Gujarat): અવારનવાર અનેક ફોન ફાટવા(Phone blast)ની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વાર ફોન ફાટ્યો હોવાની ઘટના અમરેલી(Amreli)માંથી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો અમરેલીના જાફરાબાદ(Jafarabad )ના નાગેશ્રી(Nageshree)ના જુના પાદરામાં મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એવા સમય દરમિયાન થયો જ્યારે યુવક ચેટ કરી રહ્યો હતો અને મોબાઈલ તેના હાથમાં પકડ્યો હતો. ત્યારે વિસ્ફોટ થયા પછી મોબાઈલ અચાનક સળગતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.

આ મામલાને લઈને મોબાઈલ ધારક જાદવ રાજેશભાઈ બાબુભાઈએ જણાવતા કહ્યું હતું કે, હું ગત રોજ મોબાઈલમાં યુટ્યુબ, ફેસબુક જોઈ રહ્યો હતો અને અચાનક જ તે સમયે મોબાઈલમાં વિસ્ફોટ થયો અને અચાનક મોબાઈલની પાછળના ભાગે આગ ફાટી નીકળી લાગી હતી.

જો વાત કરવામાં આવે તો ફોનની બેટરીના ફાટવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક કારણ ડેમેજ બેટરી ગણી શકાય છે. ઘણી વખત તમારો પોતાનો ફોન નીચે પડી જતો હોય છે. તેના કારણે પણ બેટરી ખરાબ થઈ જાય છે. જેનાથી શોર્ટ-સર્કિટ, ઓવરહીટિંગ અને બીજુ પણ ઘણુ બધુ થવાની પ્રબળ શક્યતાઓ રહે છે. જો તમારી બેટરી ખરાબ થઈ ગઈ છે તો મોટાભાગના મામલામાં તે ફૂલી જાય છે અને જેનાથી રિયર પેનલને જોઈને ખબર પડી શકે છે.

જો ફોન ફાટે નહી તેના માટે તમને હજુ પણ લાગે છે કે બેટરી ફૂલી ગઈ છે તો તેને સર્વિસ સેન્ટરમાં લઈ જાઓ અને ફોનમાં ઓરિજનલ બેટરી નખાવો.

ઉલ્લેખનીય છે કે, આ બેટરી બ્લાસ્ટની ઘટનાઓ થવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક ગણવામાં આવે છે. બ્રાન્ડ હંમેશા યુઝર્સને ઓફિશયલ ચાર્જરનો જ ઉપયોગ કરવાનું જ સૂચન આપે છે. પરંતુ મોટાભાગના લોકો આવું કરતા હોતા નથી. પ્રોપરાઈટરના ચાર્જના ઉપરાંત કોઈ અન્ય ફોનને ચાર્જ કરવું એ હંમેશા જોખમ ભર્યુ હોઈ શકે છે અને એવું એટલા માટે કારણ કે, થર્ડ-પાર્ટી ચાર્જર્સમાં મોબાઈલ ડિવાઈસ માટે જરૂરી સ્પેક્સની કમી હોય છે. મોટાભાગના કિસ્સામાં, સસ્તા અને અપ્રમાણિત ચાર્જર ફોનને હિટ એટલે કે ગરમ કરે છે અને બેટરી સહિત ઈન્ટરનલ કંપોનેન્ટ્સને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

સાથે જ મહત્વનું છે કે, આખી રાત ફોનને ચાર્જમાં રાખવાથી બેટરી બ્લાસ્ટ થઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો પોતાના મોબાઈલ ફોનને આખી રાત ચાર્જમાં જ રાખે છે. એટલે કે, તમારા ફોનને બગાડે છે. વધારે સમય સુધી ચાર્જ કરવાથી ઓવરહીટિંગ, શોર્ટ-સર્કિટ અને ક્યારેક ક્યારેક બ્લાસ્ટ પણ થઈ શકે છે. આ કારણને કારણે, કોઈ ચિપ્સ ચાર્જિંગ સ્તર 100 % પહોંચવા પર ચાર્જિંગ પોતાની જાતે જ બંધ કરવાની ક્ષમતાની સાથે જ આવે છે પરંતુ ઘણા ફોનમાં આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *