ગુજરાત(Gujarat): દાહોદ(Dahod)ના દેવગઢ બારિયા(Devgarh Baria) તાલુકાના ભુલવણમાં સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા અને તેની સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ અચાનક જ તેમની તબિયત લથડતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના દરમિયાન 4 લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
12 લોકોને દેવગઢ બારિયાના સરકારી હોસ્પીટલમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરવામાં આવ્યા છે. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રથમ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરવામાં આવતી જાતરની વિધિ ગત રવીવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાને કારણે તેની પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. રે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.
ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય તંત્ર ભુલવણ પહોંચ્યું:
સમગ્ર ઘટનાને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ દોડી આવી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ધારાસભ્ય બચુભાઇ ખાબડ, એસપી, તેમજ જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતાં. આ ઘટના અંગે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી તપાસમાં જોડાયેલી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.