હાલમાં દેશમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, નજીવી બાબતમાં લોકો એકબીજાની હત્યા કરી નાખતા કેસ સામે આવી રહ્યા છે. અહિયાં પણ એવી જ એક ઘટના સામે આવી છે. જમીન વિવાદ સર્જાતા અહિયાં મોટી બબાલ ઉભી થઇ ગઈ હતી. સામાન્ય વાતોમાં જૈનપુરમાં ખૂની ખેલ ખેલાઈ ગયો હતો.
જૈનપુર જીલ્લામાં જમીન વિવાદને લઈને બે પક્ષોમાં લાકડી અને ધારદાર હથીયારથી લડાઈ થઇ ગઈ હતી. આ ખૂની સંઘર્ષમાં બંને પક્ષોના કુલ 9 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા દરેક લોકોની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી.
જાણો શું છે મામલો…
જાણવા મળ્યું છે કે, માંડીયાહુ કોતવાલી ક્ષેત્રના બીજુર્ગા ગામના રહેવાસી અમીન ખાન, સદ્દદામ અને અફજલ વચ્ચે ઘણા દિવસોથી જમીની વિવાદ ચાલી રહ્યો છે. બે દિવસ પહેલાની વાત છે, સદ્દદામ વિવાદિત જમીન પર દીવાલ બનાવી રહ્યો હતો. વિવાદિત જમીન હોવાથી પોલીસે ત્યાનું બાંધકામ પણ બંધ કરાવી દીધું હતું.
સોમવારે સામાન્ય વાતમાં બંને પક્ષોમાં વિવાદ સર્જાઈ ગયો હતો. જોત જોતામાં જ બંને પક્ષો વચ્ચે હાથાપાઈ શરુ થઇ ગઈ હતી. બબાલ એટલી મોટી થઇ ગઈ હતી કે, લોકો ધારદાર હથિયાર લઈને મારામારી પર ઉતરી આવ્યા હતા. આ મારામારીમાં સદ્દદામ ખાન, શાહબાઝ ખાન, રમઝાન ખાન, રિજવાન ખાણ, સિરાજ ખાન, સલમાન ખાન અને મુન્ના, નફીસ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટના સર્જાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. અને ઘાયલ થયેલા દરેક લોકોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં નફીસ ખાન, પ્રવેશ ખાન અને સદ્દામ ખાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસે તમામ મામલો પાર પાડ્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા પ્રવિણ ખાને જણાવતા કહ્યું હતું કે, “અમે અમારા ઘર તરફ ઉભા હતા, અને જમીન વિવાદ થતા સામેના પક્ષ સાથે મારામારી શરુ થઇ ગઈ હતી. અને આ મારામારીમાં હું પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.” આ ઘટનાના સંબંધમાં એસપી ગ્રામીણ ત્રિભુવન સિંહે કહ્યું કે, બંને પક્ષોમાં દલીલ બાદ સીધી જ મારામારી શરુ થઇ ગઈ હતી. અને આ મારામારીમાં બંને પક્ષોના લોકો ઘાયલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle