ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટમાં ડાયરેક્ટર (DGFT) જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જવરીમલ બિશ્નોઈ (jawarimal bishnoi) 5 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા બાદ તેણે આપઘાત કરી લેતા મામલો ગરમાયો છે. જો કે અધિકારી જવરીમલ બિશ્નોઈના પત્ની સીબીઆઈ (CBI) ને થાપ આપવામાં ખુબજ માહેર નીકળી છે.
ત્યાર બાદ સીબીઆઈ તપાસ કર્યા છતાય 50 લાખ શોધી શકી નહીં. ત્યારે જવરીમલ બિશ્નોઈએ આપઘાત કરી લીધો ત્યારે તેની પત્નીએ રૂપિયા 50 લાખની રોકડ અને ચાંદીના સિક્કાનું પોટલું સામેના ફલેટની ગેલેરીમાં ફેંકી દીધું હતું. હાલ સીબીઆઈએ આ પૈસા અને ચાંદીના સિક્કાનું પોટલું જપ્ત કરી લીધું છે.
આટલું જ નહી જવરીમલની ઓફિસે દરોડા પડ્યા બાદ અને એક રોકડનું પોટલું ઘરેથી પકડાયા બાદ બીજી રોકડનું પોટલું 12 કલાક સુધી જવરીમલની પત્નીએ સીબીઆઈથી છુપાવ્યુ હતું અને સીબીઆઈને હાથતાળી આપવામાં સફળ રહી હતી. જયારે જવરીમલ બિશ્નોઈની ઓફિસે શુક્રવારે દરોડા પડ્યા હોવાની જાણ થઇ ત્યારે પરિવારજનો ઘરમાં મૂકેલા નાણાં સગેવગે કરવામાં લાગી ગયા હતા. ત્યારે જવરીમલની પત્નીએ રૂપિયા 55 લાખની રોકડનું એક પોટલું ગેલેરીમાંથી નીચે ફેંકયું હતું જે જે લઇને તેનો દીકરો ભાગવા જતો હતો.
પણ તેને આ કાર્યમાં સફળતા મળી નથી, સીબીઆઈની ટીમે તેને ઘર નજીકથી જ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ જયારે સીબીઆઈએ ઘરમાં સર્ચ કર્યું ત્યારે તેમણે કંઇ મળ્યું ન હતું. આ સમગ્ર ઘટના બાદ બીજા દિવસે સવારે જવરીમલે આપઘાત કરી લીધો હતો. એક તરફ પતિની લાશ હોસ્પિટલમાં હતી ત્યારે બીજી તરફ તેની પત્ની ઘરે રહેલા પૈસા અને દાગીના છુપાવી રહી હતી.
રૂપિયા 50 લાખની રોકડ અને ચાંદીના સિક્કાને એક પોટલામાં બાંધીને તેને સામેના ફલેટની ગેલેરીમાં ફેંકી દીધું હતું. જવરીમલ બિશ્નોઈની પત્ની અને પુત્ર વારાફરતી જે ફલેટની ગેલેરીમાં પોટલું પડ્યું હતું તેના માલિકના ઘરે ગયા ચાવી લેવા માટે જઈ રહ્યા હતા. જો કે જે પરિવાર ફલેટમાં રહેતો હતો તેને ચાવી આપવાની ના પાડી દીધી હતી, ત્યારે જવરીમલ બિશ્નોઈની પત્ની અને પુત્ર ઘરમાં અંદર સુધી ઘૂસીને તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા.
ત્યારબાદ એ પરિવારના લોકોએ જ સીબીઆઈને જાણ કરી દીધી હતી અને ત્યારે સીબીઆઈની ટીમે બપોરે પહોંચીને પોટલું કબજે કરી લીધું હતું. આ પોટલામાં 500, 2 હજાર રૂપિયાની નોટોના બંડલ હતા. સોસાયટીના કમિટી ચેમ્બર સહિતના લોકો અને સીબીઆઈની ટીમ આ પૈસાની ગણતરી કરવા લાગી ગયા. મળેલી માહિતી અનુસાર દરેક બંડલની ગણતરી બે વખત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.