સરહદ પર દેશના જવાનનો જન્મદિન સેલિબ્રેશનનો વીડિયો જોઈ લાખો લોકો થઇ ગયા ભાવુક- તમે જોયો કે નહિ?

સોશિયલ મીડિયા પર આર્મીના જવાનોનો એક વીડિયો ફેલાય રહ્યો છે.જેને લઈ ઘણાંબધાં લોકો ભાવુક થઇ રહ્યા છે.આ વીડિયોને IPS પંકજ નૈને 29 જૂનના રોજ વાયરલ કર્યો છે.તેમણે કેપ્શનમાં લખ્યું છે કે,દબા હર ઈચ્છા દિલ મેં, હર ફિક્ર ધુંએ મેં ઉડાતે હે,મનતી રહે આપકી સાલગિરહ સૂકૂન સે, બસ ઈસી કી ખાતિર…ઈસ ભારત માં કે કુછ બેટો કે હર ખાસ દિન, સરહદો પે હી નિકલ જાતે હે.આ વીડિયોને અત્યાર સુધીમાં 5,000થી પણ વધુ વખત જોવામાં આવ્યો છે.અને 1,000થી પણ વધારે લાઇક મળી ગઇ છે.

વીડિયોમાં દેખાઈ આવે છે કે,અમુક જવાનો તેમના સાથીનો બર્થડેની ઉજવણી કરી રહ્યા છે.પરંતુ તેમની પાસે કેક નથી…અને તેઓ આજુબાજુમાં મળેલ બરફથી જ એક કેક તૈયાર કરે છે, જેના પર મોટા-મોટા અક્ષરોથી બાબૂ લખેલ છે.સૌ કોઈ હેપ્પી બર્થડે ગાવા લાગે છે. જવાન કેક કાપે છે.જવાનો બરફના ટુકડાને કેકના ટુકડાની જેમ લઈને બર્થ ડે બોયના મોઢાથી લગાવી રહ્યા છે. આ પળને જોઈ ઘણાંબધાં લોકો ભાવુક થઈ રહ્યા છે.

વીડિયોને જોઇ એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, આદર અને પ્રણામ છે આપણા વીર જવાનોને,કે જેઓ દેશને ખાતર સીમા પર આપણી સુરક્ષા કરી રહ્યા છે.તો બીજાં એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, દુઃખ ત્યારે થાય છે,કે જ્યારે ભારતમાં અમુક લોકો કહી રહ્યાં છે કે પરાક્રમ, બલિદાનની સાબિતી આપો.

જણાવી દઈએ કે,હમણાં જ ભારત-ચીન વચ્ચે સીમા પર થયેલાં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણમાં ભારતે 20 જવાનોને ગુમાવ્યાં હતાં.ત્યારબાદ બંને દેશો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ભારતમાં ચીન અને તેની બનાવટી વસ્તુનો વિરોધ ચાલી રહ્યો છે.તેવામાં હાલમાં જ લદ્દાખમાં ચીન-ભારત સીમા પર તૈનાત એક ભારતીય જવાનનો વીડિયો ફેલાઈ રહ્યો હતો.જેમાં તેઓ ભારતના લોકોને ચીનની વસ્તુ અને એપ્લીકેશનનો ઉપયોગ નહીં કરવાની વાત કરી રહ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *