‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta ka Ulta Chashma)’ એક એવો શો છે જે ઘણા વર્ષોથી દર્શકોના દિલ જીતી રહ્યો છે. આ શોમાં જેઠાલાલ (Jethalal)નો રોલ કરી રહેલા દિલીપ જોશી (Dilip Joshi)ને કોઈ વધારે ઓળખાણની જરૂર નથી, તેણે પોતાના અભિનય (Acting)ના જોરે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. જો કે દિલીપે 12 વર્ષની ઉંમરથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને ઘણી ફિલ્મો (movie)માં પણ કામ કર્યું હતું, પરંતુ આ શોથી તેનું નસીબ ચમક્યું. દિલીપ જોશી આજે તેમનો 54મો જન્મદિવસ(Birthday) ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર અમે તમને તેમની કમાણી વિશે જણાવીએ.
એક દિવસની આટલી ફી લે છે:
દિલીપ જોશીએ બેકસ્ટેજ કલાકાર તરીકે 50 રૂપિયાની કમાણી સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ સમયે, હવે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. રિપોર્ટ અનુસાર, તે એક એપિસોડ માટે લગભગ 1.5 લાખથી બે લાખ રૂપિયા ચાર્જ કરે છે અને મહિનામાં 25 દિવસ કામ કરે છે.
લક્ઝરી કારનો શોખ:
ગુજરાતના પોરબંદરમાં જન્મેલા દિલીપ જોષી વૈભવી જીવન જીવે છે. તેમના પરિવારમાં પત્ની જયમાલા જોશી, પુત્ર રિત્વિક અને પુત્રી નિયતિ છે. મુંબઈમાં તેનું પોતાનું આલીશાન ઘર છે. સાથે જ તેના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે Audi Q7 અને ઈનોવા છે.
આખા વર્ષમાં કરોડોની કમાણી કરે છે:
ટીવી સિરિયલો ઉપરાંત, દિલીપ જોશી જાહેરાત, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયા દ્વારા પણ સારી કમાણી કરે છે. તે જાહેરાતો અને શોમાંથી એક વર્ષમાં લગભગ ચારથી પાંચ કરોડની કમાણી કરે છે. તે જ સમયે, તેમની કુલ સંપત્તિ લગભગ 45 કરોડ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.