ચૂંટણી ટાણે દુઃખદ સમાચાર આવ્યા સામે, ભાજપ પ્રમુખનું નિધન થતા કાર્યકરોમાં ફરી વળ્યું શોકનું મોજુ- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જેતપુરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી અગાઉ જેતપુર તાલુકા ભાજપ(BJP) પ્રમુખનું હ્રદય રોગ(Heart disease)ના હુમલાથી નિધન થયું છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા(Veljibhai Sarvaiya)નું આજે વહેલી સવારે નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેને કારણે ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વહેલી સવારે થયું નિધન:
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. અનેક જગ્યા પર સભાઓ અને રોડ શો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ચૂંટણીના માહોલ વચ્ચે જેતપુર ભાજપની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઈ નિધન થયું છે.

જયેશ રાદડીયાના તમામ કાર્યક્રમો મોફૂક રાખવામાં આવ્યા:
મહત્વનું છે કે, તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું વહેલી સવારે હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. તમને જણાવી દઈએ કે, ગત રાત્રેના જેતપુર ખાતે યોજાયેલી સભામાં તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા હાજર રહ્યા હતા. તેમના નિધનને પગલે ભાજપમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વેલજીભાઈના નિધનને લઇ ભાજપ ઉમેદવાર જયેશ રાદડીયાના તમામ કાર્યક્રમો મોફૂક રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ચૂંટણી અગાઉ જ ભાવનગરમાં કોંગ્રેસ ઉમેદવારને ગતરોજ હાર્ટ એટેક આવ્યો હતો. ભાવનગરની ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો હતો. જેના લીધે એકાએક તેમની તબિયત ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *