ભગેડુ નિરવ મોદી અને મેહુલ ચોક્સીની હજારો કરોડની સંપતી ભારતે જપ્ત કરી

ભારતને એક મોટી સફળતા મળી છે. બેંકો પાસેથી લોન લઈને વિદેશ ભાગી ચુકેલા મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર EDએ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ બુધવારે કહ્યું છે કે, હોંગકોંગથી PNB કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 108 કન્સાઈનમેન્ટ લાવવામાં આવ્યા છે. EDએ બુધવારે હોંગકોંગથી હીરા, મોતી અને જ્વેલરી લાવી છે આ કન્સાઈમેન્ટ્સમાં રૂપિયા 1350 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા જવેરાત છે અને તેનું વજન આશરે 2.5 ટન છે. EDએ કહ્યું કે હોંગકોંગની એક કંપનીના ગોદામમાંથી હિરા, મોતી અને ચાંદીના જવેરાત મુંબઈ લાવવામાં આવ્યા છે. તેમા 32 કન્સાઈનેન્ટ્સ નીરવ મોદી અને 76 મેહુલ ચોક્સીને લગતા છે.

નીરવ અને મેહુલ જવેરાતને દુબઈ મોકલવા માંગતા હતા

એજન્સીના જણાવ્યા મુજબ, ઇડીને 2018માં આ હેરાફેરીની જાણ થઇ હતી. ત્યારબાદથી ઇડી આ સંપત્તિ ભારતમાં લેવાના પ્રયત્નો કરી રહી હતી. આ કીંમતી વસ્તુઓ હોંગકોંગમાં એક લોજિસ્ટિક કંપનીના ગોડાઉનમાં રાખવામાં આવી હતી તેમ કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. પીએનબીની મુંબઇ શાખામાં બે અબજ ડોલરની બેંક છેતરપિંડીના કેસમાં ઇડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ બંને ઉદ્યોગપતિઓની તપાસ કરી રહી છે.

2340 કરોડના કીંમતી ઘરેણા

મુંબઇમાં લાવવામાં આવેલ 2340 કરોડ રૂપિયાની વસ્તુઓમાં હીરા, મોત અને ચાંદીના ઘરેણાનો સમાવેશ થાય છે. ઇડીને હોંગકોંગમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ કીંમતી વસ્તુઓ ભારત લાવવામાં સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 49 વર્ષીય નિરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં બંધ છે. લંડનમાં માર્ચ, ૨૦૧૯માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

નીરવ મોદી બ્રિટનમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ લડી રહ્યો છે

હિરાના કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોક્સી 14 હજાર કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં આરોપી છે. પોતાની સામે તપાસ શરૂ થઈ તે અગાઉ જ આ બન્ને વર્ષ 2018માં ભારત છોડી ભાગી છૂટ્યા હતા. EDએ બન્ને વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ શરૂ કરી હતી. નીરવ મોદીની ગયા વર્ષે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પોતાના પ્રત્યાર્પણ સામે કેસ લડી રહ્યો છે. મેહુલ ચોક્સી અત્યારે એન્ટીગુઆમાં છે. તેણે બીમારીનું કારણ ટાંકીને ભારત નહીં આવવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોક્સીએ કૌભાંડ જાહેર થયું તે અગાઉ જ એન્ટીગુઆ-બારબુડાની નાગરિકતા હાંસલ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *