બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણી ને ફરી એકવાર ટેલીફોન પર ધમકી મળી છે. મેવાણી ના સાથીને જીગ્નેશ મેવાણી ને ઉદેશીને ફોન પર ગંદી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.સમગ્ર મામલે પાલનપુર પચ્ચીમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વડગામના ધારાસભ્ય ને ટેલિફોનિક ધમકી આપવામાં આવી છે. જીગ્નેશ મેવાણી નો ફોન તેના સાથી પાસે હતો ત્યારે જીગ્નેશ મેવાણી ને ઉદેશીને શંખેશ્વર ના વિરેન્દ્રસિંહ દરબાર નામ ના વ્યક્તિએ ગંદી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વરનોરા તાલુકાના માંડલ ગામે દલિત યુવકની હત્યા મામલે જીગ્નેશ મેવાણી એ પ્રતિક્રિયા આપી હતી જેના કારણે તેને આ ધમકી અને ગાળો આપવામાં આવી છે.તેવો ખુલાસો થયો છે.
જીગ્નેશ મેવાણી એ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યુ કે, અગાઉ ઉના કાંડ માં પીડિતોને ન્યાય મળ્યો નથી.મને ચોથીવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હું એક ધારાસભ્ય છું. અને જો રાજ્યમાં એક ધારાસભ્યને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે.તો રાજ્યમાં દલિતોની સ્થિતિ કેવી હશે?
સોંગ રચનાવાદ જીગ્નેશ મેવાણી ના સાથે વિરેન્દ્રસિંહ વ્યક્તિ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીગ્નેશ મેવાણીને ધમકી ભર્યા ફોન આવ્યા હોવાની વાત સામે આવી ચૂકી છે. અગાઉ પણ જીગ્નેશ મેવાણી ને ચાર વખત જાનથી મારી નાખવાની ધમકી ના ફોનો આવી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.