ગુજરાતના સરકારી અધિકારી અને મંત્રીના સરકારી ફોનમાં વપરાશે રિલાયન્સ JIO સીમ, મહીનાનું ભાડું જાણીને વિશ્વાસ નહિ થાય

JIO sim for Gujarat Government: ગુજરાત સરકારના અધિકારીઓ અને સરકારી ફોનમાં હવે વોડાફોન idea ને બદલે Reliance Jio ના સીમ વપરાશે. ‘કરલો દુનિયા મુઠ્ઠી મે’ ના સ્લોગન સાથે રિલાયન્સ ની શરૂઆત કરનારા ધીરુભાઈ અંબાણી ની કંપની આજે દેશભરમાં ઠેર ઠેર પોતાનું જમાવી રહી છે, ત્યારે હવે રિલાયન્સ જીઓએ ગુજરાત સરકાર માં વપરાઈ રહેલા Vodafone આઈડિયાના નેટવર્ક નું સ્થાન મેળવી લીધું છે. છેલ્લા ઘણા સમયથી આ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે ફરજિયાત પણે ગુજરાત સરકારના તમામ વિભાગો ના અધિકારી કર્મચારીઓને મળતા સરકારી સીમકાર્ડ માત્ર રિલાયન્સ જીઓના (JIO sim for Gujarat Government employees) જ રહેશે.

રિલાયન્સ JIOનું ગુજરાત સરકાર માટે સસ્તું ટેરીફ

રિલાયન્સ જીઓ દ્વારા આપવામાં આવેલા પ્લાનની વાત કરીએ તો ગુજરાત સરકારના અધિકારીઓ પાસેથી (JIO sim for Gujarat Government) રજીસ્ટ્રેશન ફી, એક્ટીવેશન ચાર્જ, સિક્યુરિટી ડિપોઝિટ, નેશનલ રોમિંગ અને વીપીએન નો ઉપયોગ એકદમ મફત કરવા દેવામાં આવશે. આ પાંચ ચાર્જ માંથી ગુજરાત સરકારના અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે. મહિનાના ભાડાની વાત કરીએ તો માત્ર 37.50 રૂપિયામાં મફત ફોન કરવાનો લાભ આપવામાં આવશે. ઇનકમિંગ કોલ અને CUG એટલે કે સરકારી નંબર પર સર્કલમાં એકબીજાને ફોન કરવા માં કોઈ ચાર્જ લગાવવામાં આવશે નહીં.

JIO આઉટગોઇંગ કોલ ચાર્જ

આઉટગોઇંગ કોલ ની વાત કરીએ તો લેન્ડલાઈન અને અન્ય મોબાઇલ નેટવર્ક પર પણ ફ્રી આઉટગોઇંગ કોલ સુવિધા આપવામાં આવી છે. સાથે સાથે રાજ્યના લેન્ડલાઈન નંબરો પર પણ ફ્રી વાતચીત કરવા દેવામાં આવશે નેશનલ રોમિંગ ની વાત કરીએ તો ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં દેવામાં આવશે.

SMS ચાર્જ

એસએમએસ ની વાત કરીએ તો પહેલા 3000 એસએમએસ મફત આપવામાં આવશે. જ્યારે 3000 થી ઉપરના મેસેજ કરવા બદલ 50 પૈસાનો ચાર્જ લેવામાં આવશે. જ્યારે ઇન્ટરનેશનલ એસએમએસ નો ચાર્જ 1.25 રાખવામાં આવ્યો છે.

JIO ISD કોલિંગ ચાર્જ

જીઓ દ્વારા ઇન્ટરનેશનલ કોલિંગ નો દર એટલો સસ્તો રાખવામાં આવ્યો છે કે કોઈ વિશ્વાસ પણ ન કરી શકે. અમેરિકા, કેનેડા કે યુકે કોલ કરવા માટે 1.60 નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકા, ચાઇના, સિંગાપોર, તાઇવાન કે યુરોપના દેશોમાં ફોન કરવા માટે 2.50 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ત્યાંની ફિક્સ લાઈન પર કોલ કરવા માટે 1.60 નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. કુવેત, બાહરીન, ઓમાન અને કતાર જેવા દેશોમાં ફોન કરવા માટે ₹2.50 નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે દુનિયાના અન્ય દેશોમાં ફોન કરવા માટેનો ચાર્જ પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

JIO 4G અને 5G ની કિંમત

ઇન્ટરનેટ સુવિધા ની વાત કરીએ તો દર મહિને 25 રૂપિયાના પેકેજમાં 30 જીબી ફોરજી ડેટા મળવા પાત્ર થશે. જ્યારે 62.50 રૂપિયામાં 60 જીબી ડેટા પ્રાપ્ત થશે. જો અનલિમિટેડ ફોરજી ડેટા પેક જોઈતું હોય તો આ માટેનો ચાર્જ 125 રૂપિયા પ્રતિ મહિને રાખવામાં આવ્યો છે. 5G ડેટા પેક ની વાત કરીએ તો ₹25 માં 30 જીબી ડેટા ઉપયોગ કરવા મળશે. જ્યારે અનલિમિટેડ ફાઈવજી ડેટા પેક માટે 125 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *