G20 Summit બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને વિયેતનામમાં આપ્યું એવું નિવેદન કે… -વિડીયો જોઇને દરેક ભારતીય ગુસ્સાથી થઈ જશો લાલચોળ

G-20 Summit News: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન G-20 સમિટમાં ભાગ લીધા બાદ વિયેતનામ પહોંચી ગયા છે. ત્યાં તેમણે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત…

G-20 Summit News: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન G-20 સમિટમાં ભાગ લીધા બાદ વિયેતનામ પહોંચી ગયા છે. ત્યાં તેમણે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પર નિવેદન આપ્યું હતું. નિવેદનમાં બિડેને કહ્યું કે(G-20 Summit News) ભારતમાં તેમણે નરેન્દ્ર મોદી સાથે માનવ અધિકાર અને મીડિયાની સ્વતંત્રતા જેવી બાબતો પર પણ ચર્ચા કરી હતી.

વિયેતનામમાં તેણે કહ્યું કે,
“મેં પીએમ મોદી સાથે માનવ અધિકારોનું સન્માન કરવા અને એક મજબૂત અને સમૃદ્ધ દેશનું નિર્માણ કરવા માટે નાગરિક સમાજની જરૂરિયાત વિશે વાત કરી. મેં તેમની સાથે મુક્ત પ્રેસની મહત્વપૂર્ણ ભૂમિકાના મહત્વ વિશે પણ વાત કરી, જેમ હું હંમેશા કરું છું.”

બિડેને વધુમાં જણાવ્યું હતું કે,
“હું G20ની યજમાની માટે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વનો આભાર માનવા માંગુ છું. તેમણે અને મેં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની ભાગીદારીને કેવી રીતે મજબૂત કરવાનું ચાલુ રાખીશું તેની ચર્ચા કરી છે.”

આ દરમિયાન બિડેને ભારત-યુરોપ કોરિડોર વિશે પણ વાત કરી હતી
“G20માં અમે બહુપક્ષીય વિકાસ, બેંકિંગ સુધારા જેવા મુદ્દાઓ પર પ્રગતિ કરી છે કે જેઓ ગરીબ કે અમીર ન હોય તેવા દેશો સુધી પહોંચવા માટે. અમે એક અભૂતપૂર્વ નવી ભાગીદારી બનાવી છે જે ભારતને મધ્ય પૂર્વ અને ઈઝરાયેલ સાથે જોડશે. ભારતને ઉર્જા સપ્લાય કરશે. યુરોપથી રેલ અને જહાજ દ્વારા… અમે યુક્રેનમાં રશિયાના ક્રૂર અને ગેરકાયદેસર યુદ્ધની પણ ચર્ચા કરી છે.

આ પહેલા પીએમ મોદી અને જો બિડેનની દ્વિપક્ષીય બેઠક બાદ 8 સપ્ટેમ્બરે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વતંત્રતા, લોકશાહી, માનવ અધિકાર અને તમામ નાગરિકો માટે સમાન તકો બંને દેશોની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હકીકતમાં, G20 સમિટ દરમિયાન, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે PM મોદી અને જો બિડેન પ્રેસ સાથે સંયુક્ત વાર્તાલાપ કરશે, જેમ કે તેઓએ અમેરિકામાં કર્યું હતું. પરંતુ આવું ન થયું. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ વ્હાઇટ હાઉસની અનેક વિનંતીઓ છતાં અમેરિકન પત્રકારોને બિડેન અને મોદીને પ્રશ્નો પૂછવા દેવામાં આવ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *