હાલ દેશમાં અને રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. એવામાં જૂનાગઢમાંથી એક ગમખ્વાર અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના મેંદરડા તાલુકાના ગાંઠીલા ગામની ચોકડી પાસે કાર અકસ્માતની ઘટના બની છે. જેમાં કારના તો કચ્ચરધાણ થઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે 5 વ્યક્તિઓ ઘટના સ્થળે જ મૃત જાહેર કરી દેવાયા હતા. જેમાંથી એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ તેનું સારવાર દરમ્યાન જ મોત થઈ ગયું હતું.
ઘટના સ્થળેથી મળેલી માહિતી અનુસાર, કાર ચાલક સ્ટીયરિંગ પર તેનો કાબૂ ગુમાવી બેઠો હતો, ને કાર સીધી પુલ જોડે અઠડાઈ અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7માંથી 5 વ્યક્તિઓ ઘટના સ્થળે જ જીવ ગુમાવી બેસ્યા હતાં. તો વળી 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના એટલી ભયાવહ હતી કે પાંચ વ્યક્તિઓને કાચ તોડીને બહાર કાઢવા પડ્યા હતા. પાંચેય મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બની તેમાં કાર ફોર્ડ એન્ડેવર હતી. કાર ચાલક ઈશાંત ચંદાણીએ કાર પર કાબુ ગુમાવતા તેની જોડે અન્ય 5 વ્યક્તિઓ પણ જીવ ગુમાવી બેઠા હતા. કારની સ્પીડ વધારે હોવાને કારણે કારનો ડૂચો વળી ગયો હતો. સ્થાનિકોએ કારનો કાચ તોડી મૃતકોને બહાર કાઢ્યા હતાં.
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ ઈશાંત સલીમ ચંદાણી( ઉંમર:19), એઝાઝ ફિરોઝ ચંદાણી(ઉંમર:25), ભાવિક મકવાણા(ઉંમર:20), પાયલ લાઠિયા(ઉંમર:20) અને કુંજન પ્રદીપગીરી અપારનાથી(ઉંમર:20)નો સમાવેશ થાય છે. ઘાયલ થનાર બન્ને વ્યક્તિઓમાં સુનિલ સોલંકી(ઉંમર:24) અને સમન મીર(ઉંમર:15) નો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.