હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જેના કારણે હાલમાં અમુક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતા એક યુવકે આર્થિક તંગીના કારણે આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવક હાલમાં જિંદગી-મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના બાદ યુવકને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આ યુવકે આ પગલું ભરતા પહેલાં બે પાનાની સુસાઇડ નોટ લખી અને પોતાના ફેસબુક પેજ ઉપર પણ મૂકી હતી. સુસાઇડ નોટમાં તેણે પૈસા અટવાઈ ગયા હોવાથી પૈસાની તકલીફના કારણે આ પગલું ભર્યુ હોવાની માહિતી આપી છે.
આ ઘટના વિષે મળતી માહિતી અનુસાર, કેશોદ ગામમાં એક આપઘાતના પ્રયાસનો બનાવ બન્યો છે. આ ઘટનામાં યુવકને ગંભીર સ્થિતિમાં જૂનાગઢ દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢ ખાતે યુવક જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. સાગર બલાસ નામના આ યુવકે આત્મહત્યા કરતા પહેલાં પોતાના સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ પોસ્ટ કરી છે.
ફેસબૂકમાં મૂકેલી સુસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે ‘હું પૈસાની તકલીફના કારણે આ પગલું ભરું છું. મેં કાના ધનેસાને સ્વીફ્ટ ગાડી વેચી હતી જેના મારે 90,000 રૂપિયા લેવાના હતા તે પૈસા આપતો નથી. મેં રૂબરૂ મળીને અનેક વાર કહ્યું તેના ભાઈને પણ રજૂઆત કરી તો પણ પૈસા આપતો નથી.’ યુવકે સુસાઇડ નોટમાં અન્ય લોકોના નામ પણ લખ્યા છે. બે પાનાની સુસાઇડ નોટના બીજા ભાગમાં પોતે એસબીઆઈમાથી લોન લીધી હોવાનો પણ ઉલ્લેખ છે.
યુવકને ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં સુસાઇડ નોટના આધારે તપાસ બાદ જ સાચી હકિકત જાણવા મળશે પરંતુ હાલ તો યુવક જિંદગી-મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle