સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાંક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજ્યમાં પણ આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
એમાં પણ ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા દોરીથી ગળું કપાઈ જવું જેવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે. અમદાવાદની AMTS બસ મોતની સવારી બની હોય એવું જણાઈ રહ્યું છે.
અવારનવાર AMTS બસની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. બપોર પછી 4:30 વાગ્યાની આસપાસ કાલુપુરથી દરવાજા તરફ જઈ રહેલ રૂટ નંબર 7ની બસે રાહદારી વૃદ્ધાને કચડી નાંખી હતી. જેમાં મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.
મહિલાને અડફેટે લેતાં 62 વર્ષીય વૃદ્ધા ઉછળીને રોડ પર પટકાઈ ગયા હતા. ત્યારપછી બસનું પાછળનું ટાયર તેમના જમણા પગ પર ફરી વળ્યું હતું. આ અકસ્માત મામલતદાર ઓફિસના વણાંક નજીક સર્જાયો બન્યો હતો. આ અકસ્માતને લીધે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી :
રૂટ નં. ફીડર 7 લાલ દરવાજાથી કાલુપુર બસ GJ-01-FT-0958ની કાલુપુરથી ઉપડી લા.દ બાજુ આવતા અંદાજે 4:30 વાગ્યે મામલતદાર ઓફિસના વણાંક નજીક પ્લેટફોર્મ નં.1ની સામે સ્નાનાગર જવાના મુખ્ય માર્ગ પર એક રાહદારી 62 વર્ષીય મહિલા ચંપાદેવી રત્નાજી વળકીયાને અડફેટે લેતાં રોડ ઉપર પડી જતા બસનું પાછળનું ડાબી બાજુનું ટાયર તેમના જમણા પગ ઉપર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle