હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સંપત્તિ માટે એક પુત્રએ તેની પત્ની, મિત્ર અને મિત્રની પ્રેમિકા સાથે મળીને માતાની તેના જ ઘરમાં મારીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા આરોપી પુત્ર-પુત્રવધૂ, તેના મિત્ર તેમજ મિત્રની પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી છે.
કુલદીપ વર્માની નૌરંગાબાદ વિસ્તારમાં જ્વેલરીની દુકાન છે. જ્યાં તે સોનું ગીરવે લઈને વ્યાજ પર પૈસા આપવાનું કામ કરે છે. કુલદીપ અને તેના પુત્ર યોગેશ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ઝગડો ચાલી રહ્યો હતો. જાણવા મળ્યું છે કે, યોગેશ પણ કેટલાક દિવસોથી તેના માતાપિતાથી અલગ રહેતો હતો.
એક દિવસ યોગેશ તેની ગર્લફ્રેન્ડને લઈને તેના માતા-પિતાના ઘરે પહોંચ્યો. આ દરમિયાન યોગેશના ઘરના લોકોએ તેની ગર્લફ્રેન્ડને પુત્રવધૂ તરીકે સ્વીકારવાની ના પાડી હતી. યોગેશની ગર્લફ્રેન્ડના અગાઉ પણ એકવાર લગ્ન થઈ ગયાં હતાં. તેથી યોગેશની માતાએ તેને ઘરે રાખવાની ના પાડી. આ દરમિયાન યોગેશ તેની ગર્લફ્રેન્ડ સોનમ સાથે મળીને અલગ ભાડાનાં રૂમમાં રહેવા લાગ્યો હતો.
ત્યારબાદ યોગેશે તેના એક મિત્ર તનુજ અને તેની ગર્લફ્રેન્ડ રિની સાથે મળીને એક યોજના બનાવી અને 19 ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગ્યે અચાનક તેના ઘરે પહોંચી ગયા. જ્યારે તેની માતાએ દરવાજો ખોલ્યો, ત્યારે તેણે તેની માતાને કહ્યું કે ઘરમાં તેના કેટલાક કપડા છે જે લેવા આવ્યો છુ. આ દરમિયાન યોગેશ અને તેના મિત્ર તનુજે પહેલા તેની માતાનું ગળું દબાવીને તેની હત્યા કરી અને તેને બાથરૂમમાં બંધ કરી દીધી.
બંનેએ ઘરમાં રાખેલી હથોડી અને અન્ય સાધનો વડે લોકર તોડીને એક કરોડ રૂપિયા કરતા વધુના દાગીના અને રૂપિયા લઈને ભાગી ગયા હતા. જતી વખતે તેણે ઘરનો સામાન વેર-વિખેર કરી નાંખ્યો હતો અને ગેસની પાઇપ પણ કાપી નાખી. આ દરમિયાન જ્યારે બંને લોકો ઘરની અંદર હતા, ત્યારે રીની ઘરની બહાર તેનું મોનિટરિંગ કરી રહી હતી. ઘટના બાદ ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા.
સાંજના પાંચ વાગ્યે, કુલદીપની બહેન અનિતા તેની ભાભીને મળવા ઘરે પહોંચી ત્યારે દરવાજો ખુલ્લો મળ્યો હતો. બહારથી બૂમો પાડી જ્યારે કોઈ આવ્યુ નહી ત્યારે તેણે કંચનને ફોન લગાવ્યો હતો. ફોન ઉપડ્યો નહીં. આ પછી, તેણે તેના ભાઈ અને અન્ય લોકોને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલા તમામ લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. કંચનને તાત્કાલિક મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોરેન્સિક ટીમના લોકોએ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મકાનમાં મળેલા ઇનપુટ અને સીસીટીવીના આધારે પોલીસ દ્વારા સરાફના પુત્ર યોગેશ અને તેની પત્ની સોનમની અટકાયત કર્યા બાદ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
કડક પુછપરછ કરતાં બંને તૂટી પડ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં મૃતકના પુત્ર યોગેશ, તેની પત્ની સોનમ, યોગેશનો મિત્ર અનુજ અને તેની પ્રેમિકા રિનીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા તેની પાસેથી એક કરોડથી વધુના દાગીના અને એક લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના અલીગઢથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle