ઉત્તરપ્રદેશમાં આવેલ કાનપુરની પોલીસ છેલ્લા થોડાં સપ્તાહથી ખુબ જ ચર્ચામાં છે. વિકાસ દુબેનાં શૂટિંગથી લઈને લેબ ટેકનિશિયનનાં અપહરણ તેમજ હત્યા સુધીની ઘટનાથી કાનપુર પોલીસ ઘણાં પ્રશ્નોથી ઘેરાયેલી હતી. તે જ સમયે, કાનપુરમાં પોલીસકર્મીઓમાં બેશરમી જોવાં મળી છે. જ્યાં પોલીસકર્મીએ મહિલાની સાથે અશ્લીલ કૃત્ય કરતા જોવા મળ્યાં છે.
કાનપુરમાં કુલ 2 પોલીસકર્મીઓએ એક મહિલાની પર છેડતી કરતાં CCTV ફૂટેજ પણ ઘણાં વાયરલ થયા છે. પોલીસે સ્વરૂપ નગર શહેરનાં હાઈપ્રોફાઈલ વિસ્તારમાં આવેલ બ્યુટી પાર્લરમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો, કે આ ઘટના બની હોવાં છતાં પણ પોલીસ કર્મચારીઓની વિરુદ્ધ હજી સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.
વાયરલ થયેલ CCTV ફૂટેજ મુજબ, 28 જુલાઈની રાત્રે 10 વાગ્યે, કુલ 2 પોલીસકર્મી સુનિલ નગર અને અંકિત પ્રધાન સાદા ગણવેશમાં જ એક બ્યુટી-પાર્લર ખોલતા હતા. જ્યારે મહિલાનાં પતિએ દરવાજો ખોલ્યો પછી બંને સૈનિકો અંદર પ્રવેશ્યા. ત્યારપછી, અંકિત નામનો પોલીસકર્મી પાર્લરનાં માલિકની પત્નીની સાથે ઓફિસમાં પ્રવેશ કરે છે, તેમજ ખુરશી પર બેસીને જ તેની સાથે અશ્લીલ વર્તન પણ કરે છે.
CCTV ફૂટેજ મુજબ પોલીસકર્મી પાર્લરનાં માલિકની પત્નીનાં ગાલ પર હાથ પણ મૂકે છે. ત્યારપછી, તે તેના પગ તરફ પણ હાથ ફેરવે છે. પોલીસકર્મીનાં આ અભદ્ર વર્તનનો પતિ-પત્ની બંને જ વિરોધ કરે છે, ત્યારપછી પતિને બીજા રૂમમાં લઈ જાય છે, અને બંને પોલીસકર્મીઓએ પત્નીની સામે જ તેને માર માર્યો હતો.
જો કે, CCTV ફૂટેજમાં એ સ્પષ્ટ નથી થતું, કે પોલીસકર્મી એ મહિલાની સાથે અશ્લીલ કૃત્ય કરીને તથા પતિને માર મારતા કોઈ કાયદેસર ફરજ બજાવી રહ્યા છે. જે પછી પ્રશ્ન ઊભો થાય છે, કે સાદા ગણવેશમાં આવેલ કાનપુર પોલીસ જવાનો રાત્રિનાં 10 વાગ્યે બ્યુટી પાર્લરમાં શું કરવા માટે આવ્યા હતા?
એ જ સમયે, આ ઘટનાની નોંધ કર્યા બાદ, પોલીસ કર્મચારીઓની વિરુદ્ધ હજી સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ પણ છે. આ ઘટના બાબતે જ્યારે અધિકારીઓને એક ખાનગી ન્યુઝ એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓએ પણ વીડિયો જોઇને શરમ અનુભવતા હતા.
જ્યારે પશ્ચિમ કાનપુરના SP અનિલ કુમારે આ ઘટનાને ખુબ જ ગંભીરતાથી લીધી હતી અને જણાવ્યું હતું, કે ઘટનાની તપાસ કર્યા પછી જ કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, પોલીસ પણ પાર્લર માલિક તેમજ તેની પત્નીનું નિવેદન લેવા માટે પણ આવી હતી. આ બાબતે, એક ખાનગી ન્યુઝ એજન્સીએ પાર્લરનાં માલિક તેમજ તેની પત્નીની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓ કેમેરાની સામે કંઈપણ બોલવા માટે તૈયાર ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP