કરણ જોહરે ખરીદી નવી કરોડો રૂપિયાની શાનદાર કાર, કિંમત જાણશો તો ઉડી જશે હોશ

હાલના દિવસોમાં પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા કરણ જોહર હેડલાઇન્સમાં છવાયેલા છે. જાણવા મળ્યું છે કે, કરણ જોહર 8 ઓગસ્ટથી બિગ બોસ ઓટીટી હોસ્ટ કરતો જોવા મળશે. જેના માટે કરણે ખાસ તૈયારીઓ પણ કરી છે. જ્યારે ચાહકોની નજર કરણ શોમાં નવો તડકો ઉમેરશે તેના પર છે. આ દરમિયાન, તે પોતાની મોંઘી કાર લઈને છવાઈ ગયો છે.

કરણ જેટલો પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક છે, તે વૈભવી જીવનશૈલી પણ જીવે છે. જણાવી દઈએ કે, કરણના કપડાંથી લઈને તેની કાર સુધીની દરેક વસ્તુ ખૂબ કિંમતી હોય છે. કારના શોખિન કરણની યાદીમાં તાજેતરમાં અન્ય એક નવી ગાડી આવી છે. જાણવા મળ્યું છે કે, કરણ જોહરે હાલમાં જ એક એડી એ8એલ (Audi A8 L) કાર ખરીદી છે. કરણે નવી કાર ખરીદી હોવાની જાણકારી ફેન્સને કંપની દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આપવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Audi India (@audiin)

કંપનીએ કરણની નવી કાર સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તે વાયરલ થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, (Audi A8 L) એક જ વેરિએન્ટમાં વેચે છે. જેને 55 TFS કહેવાય છે. જેની કિંમત કોઈ પણ કસ્ટમાઈઝેશન વગર 1.57 કરોડ એક્સ શોરૂમ છે.

કરણની આ કાર ફ્લોરેટ સિલ્વર કલર છે. સામે આવેલા ફોટોમાં કરણ જૌહર પોતાની નવી કાર ઓડી A8L સાથે ઊભો છે. એટલુ જ નહીં પરંતુ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, જ્યારે એવોલ્યુશનની મુલાકાત પરફોર્મેંસથી થાય ઓડી એક્સપીરિયંસ લેવા બદલ કરણ જોહરનો ખૂબ ખૂબ આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *