આજે બોલીવુડમાં ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી કરીના સૈફ અલીખાનનો 40 મો જન્મદિન છે. બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂરનો આજે જન્મદિન છે. એનો જન્મ 21, સપ્ટેમ્બર વર્ષ 1980 માં થયો હતો. આજે એમનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે એના લગ્નની સાથે સંકળાયેલ એક રસપ્રદ ઘટના સામે આવી છે. વર્ષ 2012માં સૈફ અલી ખાન તથા કરીનાનાં લગ્ન થયા હતાં.
આ રીતે શરુ થઈ હતી સૈફ-કરીનાની લવ સ્ટોરી :
કરીના કપૂર સૈફ અલી ખાન કરતાં કુલ 10 વર્ષ નાની છે. તેથી જ લગ્ન બાબતે ખૂબ જ ચર્ચા થતી રહેતી હતી. આ કપલે સાબિત કરી દીધું હતું કે, બંને વચ્ચે પ્રેમ હોય તો ઉંમરનો તફાવત ખાસ મહત્વ ધરાવતો નથી. ફિલ્મ ટશનનાં સમયે બંનેની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી. ફિલ્મ તો ફ્લોપ રહી પણ એમની લવ સ્ટોરી સફળ થઈ ગઈ હતી.
કરીનાએ લગ્ન પહેલાં મૂકી હતી આ શરત :
જ્યારે સૈફ અલી ખાને કરીનાનાં નામનું ટેટૂ બનાવ્યું હતું. ત્યારથી જ બંનેના સંબંધની લોકોને જાણ થઈ ગઈ હતી. જો કે, બંનેએ પોતાના પ્રેમને છુપાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. કરીનાએ લગ્ન કર્યાં પહેલાં એવી શરત મૂકી હતી કે, હું તમારી પત્ની છું તેમજ હું કામ કરીશ. હુ પૈસા કમાઇશ તેમજ તમે મને જીવનભર સપોર્ટ કરશો.
લગ્નનાં કુલ 4 વર્ષ પછી 20 ડિસેમ્બર વર્ષ 2016નાં રોજ કરીના તથા સૈફનાં જીવનમાં એક નવા મહેમાનનું આગમન થયું. જે એમનો પુત્ર તૈમુર હતો. જો કે, માતા બન્યા પછી પણ કરીનાએ ફિલ્મોમાં કામ કર્યું હતું. આની સાથે જ બેબી બમ્પની સાથે રેમ્પ વોક પણ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en