બોદ્ધ ધર્મનું સ્મારક તોડીને સોમનાથ મંદિર બનાવાયું? જાણો કેમ ટ્વીટર પર સવારથી ચાલી રહ્યું છે યુદ્ધ

Kashi Mathura Boddho Ki Twitter Trend: હાલમાં ટ્વીટર પર એક ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે.  #काशी_मथुरा_बौद्धो_की કાશી મથુરા બુદ્ધોની. એક ચોક્કસ સમુદાય દ્વારા ટ્વિટર ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવાય રહ્યું છે કે બ્રાહ્મણો વારસાને કબજે કરી રહ્યા છે. વારાણસી અને મથુરા બુદ્ધો ની નગરી છે, તેના પર બ્રાહ્મણો કબજો કરી રહ્યા છે. ડીએનએ અનુસંધાન ની વાત કરતા ટ્રેન્ડમાં કહેવાઈ રહ્યું છે કે, બ્રાહ્મણો વિદેશી છે. માટે ભારતના કોઈપણ જમીને વિસ્તાર પર તેમનો કબજો કરવાનો કોઈ અધિકાર નથી.

#काशी_मथुरा_बौद्धो_की

ગોપાલ ડખોરે નામના ટ્વીટર યુઝરે એક ગ્રાફિક અપલોડ કરીને પોતાની માહિતી શેર કરી છે આ ગ્રાફિકની વાત કરીએ તો તેમાં પ્રકાશક તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રિસર્ચ સેન્ટર નવી દિલ્હી ને ટાંકીને “કાશી મથુરા કોનું? બ્રાહ્મણો કે બૌદ્ધો ની?” પ્રકાશનમાં લખાયું છે કે, ડીએનએ અનુસંધાન અનુસાર બ્રાહ્મણો વિદેશી છે માટે ભારતના કોઈપણ જમીને વિસ્તાર પર તેમનો કબજો કરવાનો કોઈ અધિકાર નથી.

વધુમાં આ પુસ્તકમાં દાવો કરાયો છે કે, બુદ્ધ અથવા સમ્રાટ અશોક પહેલા બ્રાહ્મણના મંદિર કે મૂર્તિઓ હોવાનો કોઈ પુરાતત્વિક પ્રમાણ ઉપલબ્ધ થયું નથી આજે જે મંદિર છે તે સમ્રાટ અશોક મૌર્ય દ્વારા નિર્માણ કરાયેલા 84 હજાર સ્તુપ, વિહાર ને તોડીને બનાવાયા છે. બુદ્ધોની સંપત્તિ પર કબજો કરવાની વિધિ આજે પણ ચાલી રહી છે. આ પુસ્તકે બ્રાહ્મણોના તમામ ષડયંત્રો ઉજાગર કર્યા છે.

ડૉ વિલાસ ખરાત નામના લેખકે લખેલા આ પુસ્તકો એ બ્રાહ્મણો અને બોથો વચ્ચે યુદ્ધ છેડી દીધું છે અને ચોક્કસ સમુદાય દ્વારા આજે ટ્વિટર ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે જેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે બ્રાહ્મણો દ્વારા અલગ અલગ રીતે બુદ્ધ સ્થાપત્યોને પોતાના બનાવી લઈને અતિક્રમણ કરાયા છે

વિવાદ એટલો બધો ગંભીર છે કે બોદ્ધ અનુયાયીઓએ સોમનાથ મંદિરને (Somnath) બ્રાહ્મણોને કબજે કરેલું સ્તૂપ જણાવ્યું છે, જ્યારે કેટલાક દેવી-દેવતાઓને બૌદ્ધ પ્રતિમા માંથી વિચલિત કરીને સ્થાપવામાં આવ્યા હોવાના ગ્રાફિક પણ અપલોડ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *