પોલીસ સ્ટેશન માં જવામાં આજની તારીખે પણ ઘણા નાગરિકો ડર અનુભવતા હોય છે. લોકોના મગજમાં એક જ ભ્રમ હોય છે કે સજા આપવાનું કામ એટલે પોલીસતંત્ર, પોલીસ ને ભાઈચારાની વાત નથી આવડતી હોતી. પરંતુ સુરતના કતારગામ પોલીસ સ્ટેશન સતત એવા કાર્યક્રમો થઈ રહ્યા છે, જેને લઇને પ્રજા અને પોલીસ વચ્ચે નું અંતર ઘટી રહ્યું છે. અને પોલીસ પ્રત્યે આદરભાવ વધી રહ્યો છે. પોલીસ અંગેની ખોટી વાતો લોકોના મગજમાંથી દૂર થઇ રહી છે.
સુરતની ઉત્સવપ્રિય જનતા માટે આજે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ધાંસુરા સાહેબના માર્ગદર્શન હેઠળ એક અનોખું આયોજન થઇ રહ્યું છે. જેમાં કતારગામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ફ્રેન્ડ ઓફ પોલીસ ટીમ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ નો ઉત્સવ મનાવવામાં આવશે. જેમ મંદિરોમાં શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવવામાં આવે છે, માખણ મિસરી નો પ્રસાદ આપવામાં આવે છે અને મટકી ફોડવામાં આવે છે, તેવી જ રીતે આજે રાત્રે બાર વાગે કતારગામ પોલીસ સ્ટેશનના પરિસરમાં જ આ કાર્યક્રમ ઉજવવામાં આવશે. જે કાર્યક્રમમાં લાભ લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર અને ફ્રેન્ડ ઓફ પોલીસ ટીમે કતારગામ વિસ્તારની ધર્મપ્રેમી જનતા ને આમંત્રણ પાઠવ્યું છે.
આવા કાર્યક્રમોથી જનતા પોલીસની નજીક આવે છે અને ગુનેગારો નો ડર લોકોમાંથી દૂર થાય છે. ઘણી વખત ગુનેગારો વિરુદ્ધ સામાન્ય જનતા ફરિયાદ કરતા ડરતી હોય છે. પરંતુ આવા કાર્યક્રમોને કારણે પોલીસ નજીક જવાની તક મળે છે. અને ઘણી વખત ગુનેગાર સુધી પોલીસ પહોંચતી હોય છે.
આવું પહેલીવાર નથી થયું કે, કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને અનુલક્ષીને આવા કાર્યક્રમ કરવામાં આવ્યા હોય. થોડા સમય અગાઉ અલુણા વ્રત નિમિત્તે પણ કતારગામ વિસ્તારની નાની બાળાઓને પોલીસ કર્મચારીઓ અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા મહેંદી મૂકી આપવામાં આવી હતી અને નાની બાળાઓને મહિલા સુરક્ષા અને પ્રજા પોલીસ વચ્ચેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.