કથા કરવા ઘરે આવેલા ધીરેન્દ્રનો શિષ્ય યજમાનની પત્ની લઈને ભાગી ગયો! રામ કથા કરવા જતા ઘર ભાંગ્યું

Kathakar Dhirendra’s disciple ran away with Yajman wife: મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં આવેલા છતરપુર (Chhatarpur) જિલ્લામાં રામ કથા કરાવવી એક વ્યક્તિને ખુબ જ મોંઘી પડી ગઈ હતી. વાસ્તવમાં, રામ કથા કરવા આવેલ કથાકારના શિષ્યએ યજમાનની પત્નીનું અપહરણ કરી લીધું હતું. ઘટનાને પગલે પતિએ આ અંગે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પત્ની ગુમ થઇ હોવાનો ગુનો નોંધ્યો હતો.

ઘટનાના એક મહિના બાદ જયારે ફરિયાદીની પત્ની મળી આવી ત્યારે પોલીસે પત્નીનું નિવેદન લેવા માટે તેને પોલીસ સ્ટેશન બોલાવી હતી. ત્યારે મહિલાએ પોતાના પતિ સાથે રહેવાની ના પાડી અને ચિત્રકૂટ ધામના ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય નરોત્તમ દાસ દુબે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

માહિતી અનુસાર, ગત વર્ષ 2021માં છતરપુરના રહેવાસી રાહુલ તિવારી અને તેની પત્નીએ શ્રી રામ કથા કરાવવાનું મન બનાવ્યું હતું. ચિત્રકૂટ ધામના ધીરેન્દ્ર આચાર્યને છતરપુરના ગૌરીશંકર મંદિરમાં શ્રી રામ કથા વાંચવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમના એક શિષ્ય નરોત્તમ દાસ દુબે પણ ત્યાં પહોંચ્યા હતા.

કથાના યજમાન રાહુલના કહેવા પ્રમાણે, નરોત્તમ દાસ દુબેએ કથા સંભળાવતી વખતે તેની પત્ની પાસેથી મોબાઈલ નંબર લીધો હતો. શ્રી રામ કથા પૂરી થયા પછી નરોત્તમ દાસ દુબેએ રાહુલની પત્ની સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું અને તેને તેની પત્નીને પ્રેમની જાળમાં ફસાવી દીધી.

થોડા મહિનાઓ સુધી બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત થતી રહી, ત્યારબાદ 5મી એપ્રિલે નરોત્તમ દાસ રાહુલની પત્નીને પોતાની સાથે લઈ ગયો. રાહુલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં રાહુલની પત્ની મળી આવી હતી, પરંતુ હવે તે તેની સાથે રહેવા તૈયાર નથી.

લગભગ એક મહિના પછી, જ્યારે પોલીસે રાહુલની પત્નીનું નિવેદન લેવા માટે પોલીસ સ્ટેશન બોલાવી, ત્યારે તેણે રાહુલ સાથે રહેવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું કે, તે હવે ચિત્રકૂટ ધામના ધીરેન્દ્ર આચાર્યના (Dhirendra Acharya) શિષ્ય નરોત્તમ દાસ દુબે (Narottam Das DUbey) શ્રી રામ કથાકાર સાથે રહેવા માંગે છે. આ મામલામાં છતરપુરના એસપી અમિત સાંઘીએ જણાવ્યું છે કે કેટલાક વિવાદને કારણે રાહુલની પત્ની તેની સાથે રહેવા માંગતી નથી. આ અંગે કોઈ કેસ બનતો નથી પણ પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *