સંભોગ કરતા કોરોનાથી બચવા કપલ્સે શું ધ્યાનમાં રાખવું જોઈએ? સંશોધકોએ આપી આ સોનેરી સલાહ

હાલમાં વિશ્વમાં અને ભારતમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પણ કોરોના વાયરસનો ખતરો એટલો જ બનેલો છે. આવી સ્થિતિમાં કપલ્સ માટે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેટલીક ખાસ સલાહ આપી છે. જેથી સેક્સ દરમિયાન કપલ કોરોના વાયરસથી બચી શકે.

આજે અમે હાર્વર્ડ યુનીવર્સીટીના વૈજ્ઞાનિકોએ રિચર્ચ બાદ એક સલાહ આપવામાં આવી રહી છે કે કોરોના વાયરસના પ્રકોપ થી બચવા માટે કપલ સેક્સથી દૂર રહે. કારણ કે સેક્સથી પણ ઘણી હદે કોરોના સંક્રમણ ફેલાવાવનો ખતરો સામે આવ્યો હતો. જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે કહ્યું છે કે કપલને સંભોગ વખતે કિસ કરવાથી બચવું જોઈએ અને સેક્સ દરમિયાન તેમણે માસ્ક પહેરવું જોઈએ.

કોઇપણ સમયે સેક્સ બાદ કપલને એન્ટી બાયોટીક સાબુથી નહાવાની સલાહ પણ આપવામાં આવી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે કહ્યું છેકે ઘરની બહાર રહેનારા વ્યક્તિ સાથે સેક્સ કોરોના સંક્રમણ માટે હાઈરિસ્ક કેટેગરીમાં આવે છે.

હાર્વર્ડના સંશોધકોએ પોતાની સ્ટડીમાં માન્યું છે કે લોકો માટે સેક્સથી સંપૂર્ણ પણ દૂરી બનાવવી સંભવ નથી. એટલા માટે સાવચેતીના દાખવવી જોઈએ. આ સ્ટડીને અનલ્સ ઓફ ઇન્ટરનલ પ્રકાશિત કરવામાં આવ્યું છે.

અભ્યાસના પ્રમુખ રિસર્ચર જેક ટર્બને કહ્યું કે કટ્રોસેપ્ટિવના ઉપયોગની સાથે સાથે માસ્ક પણ પહેરવું જોઈએ. થોડા સમય પહેલા થાઈલેન્ડના મેડિકલ એક્સપર્ટ વીરાવત મનૌસુત્થીએ સલાહ આપી હતી કે કોરોનાથી સાજા થયા પછી 30 દિવસ સુધી લોકોએ સેક્સ ન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *