ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ બનેલી આમ આદમી પાર્ટીની નજર હવે આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી સત્તાનો નહીં તો વિપક્ષ તરીકેનો વિકલ્પ બનવા માંગે છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈ કાલે એટલે કે સોમવારના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.
આ દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતના પત્રકાર ઇસુદાન ગઢવીને આપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે જ પ્રેસ કોન્ફ્રેન્સ યોજીને ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોરોના કાળમાં ગુજરાતને રામભરોસે છોડી દેવામાં આવ્યું હતું. ગુજરાતમાં આજે વીજળી મોંઘી કેમ છે. ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન છે. ગુજરાતમાં આજના યુવાનો બેરોજગાર છે. ગુજરાતની જનતાને આજે ભાજપ-કોગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં હવે બદલાવ આવશે.
ત્યારબાદ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે મોડી સાંજે અરવિંદ કેજરીવાલ દિલ્હી પહોચ્યા બાદ તેમણે રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું. જેને કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
અમરીશ ડેરે જણાવતા કહ્યું હતું કે, અમદાવાદમાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી પહોચ્યા ત્યારબાદ તેમણે કોલ કરીને રાજુલા રેલ્વે જમીન વિશે પણ વાતચીત કરી હતી અને સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે અમરીશ ડેરે કહ્યું કે હું આમ આમી પાર્ટીના આમંત્રણ મુદ્દે વિચારીશ અને હાલમાં હું રેલ્વે સામે આંદોલન કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.