કેજરીવાલ બોલ્યા અમે કોંગ્રેસી કચરો નહી લઈએ, પણ ગુજરાતની આમ આદમી પાર્ટી પર ‘કોંગ્રેસી’ નેતાઓ કરે છે રાજ

Published on: 6:16 pm, Tue, 23 November 21

સી.આર.પાટીલ જે રીતે ભાજપમાં કોંગ્રેસી નેતાઓને લેવાની મનાઈ કરી રહ્યા છે, તેવી રીતે હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત કરી છે કે, તેઓ કોંગ્રેસના કોઈ નેતાઓને લેશે નહીં અને આ નેતાઓને તેમણે કચરો ગણાવ્યા છે. ત્યારે એક નજર ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન પર કરીએ તો તેમાં કોંગ્રેસી નેતાઓ અથવા તો કોંગ્રેસ સાથે ભૂતકાળમાં કામ કરી ચૂકેલા નેતાઓ નો દબદબો છે.

કેજરીવાલએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” કોંગ્રેસમાં પણ ઘણા બધા લોકો અમારા સંપર્કમાં છે. પણ અમે તેમનો કચરો લેવા માગતા નથી. જો અમે તેમનો કચરો લેવાનું શરૂ કરીએ તો, હું ચેલેન્જ સાથે કહું છું. સાંજ સુધીમાં કોંગ્રેસમાં 25 ધારાસભ્યો અમારી પાર્ટીમાં હોય. જો આ જ કોમ્પિટીન કરવી હોય કે, તેના કેટલા અને અમારા કેટલા. અમારા તો બે જ ગયા છે. તેમના 25 ધારાસભ્યો અને 2-3 સાંસદો અમારા સંપર્કમાં છે, જે અમારી પાર્ટીમાં આવવા માગે છે. આ ગંદી રાજનીતિ છે. અમે તેમાં પડવા નથી માગતા.”

ગુજરાત સમાજ ને પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા ભૂતકાળમાં કોંગ્રેસ માટે ખુલ્લેઆમ સ્ટેજ પરથી પ્રચાર કરી ચુક્યા છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટી માં મોટો રાજકીય ચહેરો ગણાતા દિનેશ કાછડીયા કોંગ્રેસ તરફથી વિધાનસભા અને કોર્પોરેટર ની ચૂંટણી લડી ચૂક્યા છે.

આ સિવાય ગુજરાત પ્રદેશ સહમંત્રી એવા રાજુ ગોધાણી પણ પૂર્વના લિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા રહી ચૂક્યા છે. તેઓ સુરત ના પ્રમુખ હોવાની જાણકારી સામે આવી છે.

આમ આદમી પાર્ટીમાં સૌરાષ્ટ્ર નો મોટો ચહેરો અને પાટીદાર અનામત આંદોલનમાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર પારસ સોજીત્રા પણ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા. જેઓએ કોંગ્રેસ માટે ભૂતકાળમાં ખૂબ પ્રચાર કર્યો હતો. અને બાદમાં આમ આદમી પાર્ટી સાથે ડખો થતા આમ આદમી પાર્ટી છોડી દીધી છે.

આમ આદમી પાર્ટીની યુદ્ધમાં મોટા પદ પર રહેલા નિખિલ સવાણી પહેલા ભાજપ અને ત્યાર બાદ કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે. નિખીલ સવાણીએ ભૂતકાળમાં ગુજરાત આવેલા કેજરીવાલનો પૂરજોશ વિરોધ પણ નોંધાવ્યો હતો અને આ બાબતે તેની ધરપકડ પણ થઈ હતી. પરંતુ હવે આજે યુવા નેતા બંનેને નિખિલ સવાણી આમ આદમી પાર્ટી ના સ્ટેજ પર બેસી રહ્યા છે. કોંગ્રેસમાંથી આપ માં આવેલ નીખીલ સવાણીને કોંગ્રેસના એક નેતાએ માર માર્યો હોવાને કારણે પાર્ટી છોડી હોવાની વાત મીડિયામાં વહેતી થઇ હતી.

આમ અરવિંદ કેજરીવાલની કરની અને કથની અલગ અલગ દેખાઈ રહી છે અને પંજાબમાં આવું નિવેદન આપીને ગુજરાતમાં અલગ વર્તન કરી રહ્યા છે.