રામલીલા મેદાનમાં કેજરીવાલનો શપથ ગ્રહણ સમારોહ, લોકોએ કહ્યું નાયક ઇઝ બેક અગેન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વખત મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કરશે. રામલીલા મેદાનમાં થનાર આ શપથ સમારોહમાં જનતા જ મુખ્ય રૂપમાં તેની મહેમાન રહેશે.તેની ઝલક દેખાવાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે લોકો ત્યાં નાયકના બેનર પોસ્ટર સાથે પહોંચી ગયા છે.

રામ લીલા ગ્રાઉન્ડ અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહ માટે સજીને તૈયાર થઈ ગયું છે, મેદાનમાં લગભગ 45000 ખુરશીઓ મૂકવામાં આવી છે. આ ઉપરાંત ઘણી પ્રકારની વ્યવસ્થાઓ મેદાનમાં કરવામાં આવી છે.ખુદ અરવિંદ કેજરીવાલ ઓડિયો અને વિડીયો દ્વારા દિલ્હી વાસીઓને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકો તેમના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચે.

શપથ માટે દિલ્હીના લોકો રામલીલા મેદાનમાં પહોંચી ચૂક્યા છે.કોઈ તેમને રાજનીતિનો સ્ટાર જણાવી રહ્યા છે, તો કોઈ તેને રાજનીતિનો અનિલ કપૂર જણાવી રહ્યા છે જે નાયક બનીને સામે આવ્યો છે.

અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ઐતિહાસિક રામલીલા મેદાનમાં શપથ લેવા માટે તૈયાર છે, જ્યાં તે અગાઉ બે વખત મુખ્યમંત્રી પદના શપથ લઇ ચૂક્યા છે. દિલ્હીની જનતાએ તેમણે દિલ્હીની કમાન સોંપી છે, તે આ શપથ સમારોહની ગવાહ બનશે.

મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી, દિલ્હીના 7 સાંસદો,નવા ચૂંટાયેલા 8 બીજેપી ધારાસભ્યો અને તમામ નગર નિગમના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ જ રામલીલા મેદાન છે જ્યાંથી અરવિંદ કેજરીવાલ આટલા મોટા રાજનીતિક ચેહરા તરીકે ઉભરીને સામે આવ્યા છે. અહીંથી જ તેમણે રાજનીતિની પાઠ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો, અને અહીંથી જ દિલ્હીનું સિંહાસન મેળવ્યું હતું.

આમ આદમી પાર્ટીને આશા છે કે રવિવારે રામલીલા મેદાનમાં થનાર આ શપથ ગ્રહણ સમારોહમાં એક લાખ લોકો હાજર રહેશે. ગોપાલ રાયએ કહ્યું છે કે સમારોહમાં લગભગ એક લાખ લોકો પહોંચવાની આશા છે. તેમણે જણાવ્યું કે સામાન્ય જનતા 6 ગેટો પરથી રામલીલા મેદાનમાં પ્રવેશ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *