કેરળ સરકારે(Government of Kerala) કોવિડ -19(Covid-19) સંક્રમણને કારણે જીવ ગુમાવનારા ગરીબ પરિવારોને આર્થિક મદદ(Financial help) આપવાનો નિર્ણય કર્યો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, મૃતકોના પરિવારોને ઉપલબ્ધ આર્થિક સહાય ઉપરાંત 5000 રૂપિયાની સહાય(Assistance of Rs 5000) આપવામાં આવશે. જોકે, રાજ્ય સરકારની આ યોજનામાં માત્ર ગરીબ પરિવારોને જ સામેલ કરવામાં આવશે. રાજ્યમાં કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ઉતાર -ચઢાવ જોવા મળી રહ્યા છે.
રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે પાંચ હજાર રૂપિયાની આ વધારાની માસિક સહાય ગરીબી રેખા નીચેનાં પરિવારોને ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, ‘કોવિડ -19 ના કારણે જીવ ગુમાવનારાઓ પર નિર્ભર બીપીએલ પરિવારોને આર્થિક સહાય મળશે. આશ્રિતોને સામાજિક કલ્યાણ, કલ્યાણ ભંડોળ અથવા અન્ય પેન્શન ફંડની ઉપલબ્ધતા તેમને અયોગ્ય બનાવશે નહીં.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘આ લાભ તે પરિવારોને આપવામાં આવશે, જે રાજ્યમાં રહેતા હોય, પછી ભલે તે વ્યક્તિ રાજ્યની અંદર અથવા અથવા દેશની બહાર મૃત્યુ પામ્યો હોય.’ આશ્રિતોને અરજી સબમિટ કરવાની રહેશે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ અને મહેસૂલ અધિકારીઓને આ સંદર્ભે જરૂરી પગલાં લેવાનું કામ સોંપવામાં આવશે. ગ્રામીણ અધિકારીઓ એ સુનિશ્ચિત કરશે કે આશ્રિત પરિવારમાં કોઈ સરકારી કર્મચારી કે આવકવેરો ચૂકવનાર ન હોય. ફાળવણી માટે અરજદારોને કાર્યાલયમાં બોલાવવામાં આવશે નહીં.
કેરળમાં ફરી કેસ 10 હજારને પાર:
ભાષા અનુસાર, કેરળમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 11,709 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 48,20,698 થઈ ગઈ. આ સિવાય 123 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 26,571 પર પહોંચી ગયો છે. કેરળ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટમાં ઓણમ તહેવાર દરમિયાન રાજ્યમાં ચેપના દૈનિક કેસોની સંખ્યા 30 હજારને વટાવી ગઈ હતી, ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારથી વધુ 9,972 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 46,95,904 લોકો ચેપમાંથી સાજા થયા છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 97,630 છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.