રાજકોટ(ગુજરાત): આજકાલ આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે. નજીવી બાબતે લોકો આત્મહત્યા કરતા હોય છે. આ દરમિયાન, ફરીવાર રાજકોટ શહેરમાં આજે એક હચમચાવી નાખતી ઘટના બનવા પામી છે. જેમાં શહેરના જાણીતા સમાજ સેવિકા જલ્પા પટેલના પતિ કેતન પટેલે ફેસબૂક લાઇવ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. કેતન પટેલે જલ્પા પટેલ-સાથી પર ગંભીર આરોપ લગાવતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. જાણવા મળ્યું છે કે, આ ઘટના બાદ કેતન પટેલની તબિયત નાજુક છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેના જવાબમાં જલ્પા પટેલે પણ એક ફેસબૂક લાઇવ વીડિયો મૂક્યો છે અને ચોંધાર આંસુએ રડતાં રડતાં આ કેતન પટેલના આક્ષેપો લગાવ્યા છે.
કેતન પટેલે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પહેલા મૂકેલા વીડિયોમાં આક્ષેપો કર્યો કે, તેમનો ઉપયોગ સીડીની જેમ કરવામાં આવ્યો અને તેમના પત્નીએ તેમને આર્થિક, સામાજિક અને માનસિક રીતે ભાંગી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કેતન પટેલે એક સુસાઇડ નોટ લખી અને તેમાં પોતાનું મોત થયા તો તેના માટે પત્ની અને તેના સાથીને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ તેની રોકડ અને સોનુ સહિતની ચીજો પત્ની પાસેથી લઈને પરત પરિવારને મળે તેવું લખ્યું છે. અહીં વીડિયોમાં આ યુવક કહે છે કે, તેણે પત્ની જલ્પા સાથે નોટરી કરી અને બે ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. પરંતુ, હાલમાં ચાર-પાંચ મહિનાથી સાથે રહેતા નથી. આના જવાબમાં જલ્પા પટેલે પણ ફેસબૂક લાઇવ કર્યુ હતું અને કેતન પટેલના આક્ષેપો ફગાવ્યા હતા.
જલ્પા પટેલે આક્ષેપો ફગાવતા જણાવ્યું હતું કે, ‘મારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાચા નથી. ઉલટાનું આ સંબંધો સાચવવા એક પત્ની તરીકે, દીકરી તરીકે મા તરીકે જે કરવું પડે એ મે કર્યુ, હું મારી દીકરીને બાપ મળે એ માટે એક સહારો શોધતી હતી. મને પૈસાની જરૂર નહોતી. મારા પતિમાં તમામ બુરાઈઓ હતી દારૂ, જુગાર, વ્યભિચાર મારા પર તમામ પ્રકારના જુલમ કરવામાં આવતા હતા છતાં હું આ બધું સહન કરતી ગઈ સમાજની બદનામીથી ડરીને મેં કોઈ એક શબ્દ ન કહ્યો. એકવાર ફિનાઇલ પી લેવાથી મરી જવાતું નથી હું રોજ મરી છું… મારી દીકરીની સામે જોઈને મેં આત્મહત્યા કરી નથી બસ એટલું જ છે..’
જાણવા મળ્યું છે કે, મે મહિનામાં જલ્પા પટેલ દ્વારા કેતન પટેલ પર કેસ કર્યો હતો અને મારામારીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. અડધી રાત્રે તેમના પર હુમલો કરવાના આક્ષેપ સાથે આ કેસ કરવામાં આવ્યો હતો જ્યારે કેતન પટેલે આ ઘટનામાં પત્નીના આડા સંબંધો પકડી પાડ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.