લક્ઝરી બસની બેદરકારીથી ટેમ્પો ભડકે બળ્યો- બે લોકો હતા સાવર

આણંદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સોમવારે રાત્રે આણંદ પાસેના સામરખા ગામ પાસેથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ પાછળ ટેમ્પો અથડાતાં ટેમ્પામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદનસીબે ટેમ્પામાંથી ચાલક અને ડ્રાઈવર સમયસર બહાર આવી જતા તેઓ બચી ગયા હતા. શ્રવણભાઈ બબુભાઈ ઠાકોર અમદાવાદની શક્તિ કૃપા રોડલાઈન્સમાં ક્લીનર તરીકે કામ કરે છે. સોમવારે મુકેશભાઈ અર્જુનભાઈ ઠાકોર ડ્રાઈવર સાથે આઈશર ટેમ્પોમાં 4 બીમયાન તેમજ યાનના 25 કાર્ટુન ભરીને મહારાષ્ટ્રના બોઈસરમાં ડીલીવરી માટે ગયા હતા.

મળતી માહિતી મુજબ, તેઓ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સોમવારે રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ આણંદ નજીકના સામરખા ગામના એક બ્રીજ પાસેથી પસાર થતા હતા. ત્યારે પાછળથી એક લકઝરી બસના ચાલકે ટેમ્પાની ડાબી બાજુથી ઓવરટેક કર્યો હતો. પરંતુ આગળ એક ફોરવીલર જતું હોવાથી લક્ઝરી બસના ચાલકે પોતાની બસને અચાનક બ્રેક મારી હતી. એ દરમિયાન પાછળ આવી રહેલા ટેમ્પો ધડાકાભેર લક્ઝરી બસની પાછળ અથડાયો હતો.

આ ઘટના પછી લક્ઝરીનો ચાલક ભાગી ગયો હતો. તે દરમિયાન ટેમ્પામાંથી ધુમાડા નીકળવા લાગતાં હતા ત્યારે બંને વ્યક્તિએ સમયસર ટેમ્પામાંથી બહાર નીકળી ગયા હતા. આણંદ ગ્રામ્ય પોલીસ, ફાયરબ્રિગેડ તેમજ એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના માણસો ઘટનાની જાણ થતાં જ સ્થળ પર આવી ગયા હતા. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ટેમ્પો સંપૂર્ણપણે સળગી ગયા હતા. આ બનાવ સંદર્ભે આણંદ ગ્રામ્ય પોલીસે ટેમ્પાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *