ગુજરાત(Gujarat): રાજ્યમાં દિવસેને દિવસે શિક્ષણની હાલત કફોડી બનતી જઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેકવાર ગુજરાતમાં શિક્ષણ વિભાગ(Education Department) સામે સવાલ ઊભા કરે તે પ્રકારના અનેક પ્રશ્નો આવી ચૂક્યાં છે. ત્યારે હવે ગુજરાતના ખેડા(Kheda) જિલ્લાના કઠલાલ(Kathalal) તાલુકાની ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક ચાલુ ક્લાસ દરમિયાન જ ઊંઘતા ઝડપાયા છે. તો બીજી બાજુ, વીરપુર(Virpur) તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિએ યોજેલી પાર્ટીમાં શિક્ષકો દારૂની બોટલો સામે નાચતા દેખાઈ રહ્યા છે તેનો વિડીયો પણ વાઇરલ થયો છે. આ બધું તો સમજ્યા, પરંતુ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) ભાવનગરના ચિત્રા ફુલસર વિસ્તારમાં બાળકો સાથે હીંચકા ખાતા જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આવી પરિસ્થિતિને કારણે જ ગુજરાતમાં શિક્ષણની હાલત દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ પ્રકારના શિક્ષકો સામે ખરેખર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી લાલિયાવાડી જ ચલાવી લેવામાં આવશે!
બોલો લ્યો.. એક જ શિક્ષક 4 વિષય ભણાવવા માટે મજબુર અને એ પણ ઊંઘી જાય છે:
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ચારણ-નિકોલ ગામની પ્રાથમિક શાળામાં રાજેન્દ્ર પટેલ નામના શિક્ષક ચાલુ ક્લાસે ઉંઘી જતા હોવાથી ઘટના સામે આવતા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ફરી એક વખત સવાલો ઉભા થઇ રહ્યા છે. આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાને કારને બાળકોના ભણતરને અસર પડી રહી છે. શાળામાં 4 વિષય માટે આ એક જ શિક્ષક છે અને તેઓ પણ ઉંઘી જતા હોવાથી અત્યાર સુધી 14 બાળકોને સ્કૂલ છોડી જવું પડ્યું છે.
નેતાની પાર્ટીમાં શિક્ષકો દારૂની બોટલ સાથે નાચતા નજરે ચડ્યા:
મળતી માહિતી અનુસાર, વીરપુર તાલુકાની ત્રણ સ્થાનિક શિક્ષકોએ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિએ યોજેલી પાર્ટીમાં મોજ માણી રહ્યા છે અને તેનો વિડીયો પણ વાઇરલ થયો હતો. વિડીયોમાં શિક્ષકો દારૂની બોટલ સાથે નાચતા દેખાય છે અને સાથે દારૂની બોટલો એક બીજાને આપી પણ રહ્યા છે. હાલમાં આ વિડીયો વાયરલ થતા મહિસાગર શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે.
રાજ્યના શિક્ષણમંત્રી હિંચકે ઝૂલ્યાં:
ભાવનગર જિલ્લાના ચિત્રા ફુલસર વિસ્તારમાં વિવિધ ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બાળકો સાથે હિંચકા ખાતા નજરે ચડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.