સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય…આ કહેવતને સાર્થક બનાવતી એક ઘટના હાલ સામે આવી છે. મળતી માહિતી અનુસાર, નાના એવા ગામનો યુવાન નવીન આહીર(Naveen Ahir) દરેક યુવાનો માટે પ્રેરણારૂપ(Inspirational) બન્યો છે. નવીન આહીર નામના યુવકે છેલ્લા 4 વર્ષમા સરકારી ભરતીમાં કલાસ થ્રી ક્લાર્ક(Clark), રેવન્યુ તલાટી (Talati)થી લઈ GPSC સુધીની પરીક્ષામાં પાસ થઈ DYSPની પરીક્ષા પાસ કરી છે. ખેડૂત પરિવારના આ દીકરાએ સફળતા મેળવી આહીર સમાજનુ અને તેના ગામનુ નામ રોશન કર્યુ છે.
મળેલી માહિતી મુજબ, નવીન મૂળ સાંતલપુર તાલુકાના નાનકડા વૌવા ગામનો રહેવાસી છે. તેના પિતા પૂંજાભાઈ આહિર ખેતીકામ સાથે જોડાયેલા છે. નવીને સરકારી પરીક્ષા આપવા માટેની તૈયારીઓ 2017માં ચાલુ કરી હતી અને 4 વર્ષની સતત મહેનત બાદ સફળતા મેળવી છે. નોંધનીય છે કે, નવીને કોચીંગ ક્લાસ વગર જ પરીક્ષાઓ પાસ કરી છે. નવીનનુ સપનું 2017થી ક્લાસ વન ઓફીસર બનવાનું હતુ અને બી.ઇ મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ સાથે તેણે સરકારી ભરતીની તૈયારી ચાલુ કરી હતી.
નવીન પહેલેથી જ ક્લાસ વન ઓફીસર બનવા માંગતો હતો, આમ છતાં પણ તેણે 2017માં તલાટી રેવન્યુ તલાટી,તલાટી કમ મંત્રી અને ઓફિસ આસિસ્ટન્ટ આ 3 પરીક્ષાઓ એક જ વર્ષમાં એ પણ કોચિંગ વગર પાસ કરી હતી. તેમજ સચિવાલયમાં આસીસ્ટન્ટની નોકરી સાથે તૈયારીઓ ચાલુ રાખી અને રોજનુ 7 કલાક નુ વાંચન કરતા અને 2020 મા GST ઇસ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ આટલામા સંતોષ ના માનતા GPSC પરીક્ષાના બીજા પ્રયાસમાં T.D.O અને PIની પરીક્ષા પાસ કરી હતી.
આ 3 પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ પોતાનો ધ્યેય ના ભુલીને પોતાની સખત મહેનત ચાલુ રાખી હતી અને ત્રીજા પ્રયાસમાં સમગ્ર રાજ્યમાં 16મો ક્રમ પ્રાપ્ત કરી સીધો DYSPમાં પસંદગી પામ્યા છે. ચોરાડ પંથકમાં સૌપ્રથમ નાની વયના અને સીધા DYSP બનનાર પ્રથમ યુવાન છે. નવીને આટલી નાની ઉમરમાં સફળતા મેળવી પોતાના આહીર સમાજનુ તેમજ ગામનુ નામ પણ રોશન કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.