સુરતમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ: યુવાનને ગાડીમાંથી ઉતારી ચપ્પુથી રહેસી નાખ્યો, સામે આવ્યો CCTV વિડીયો

સુરત શહેરમાં દિવસેને દિવસે લુખ્ખાતત્વો આને ગુંડાઓનો આતંક વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કેટલાય કિસ્સાઓ પ્રકાસમાં આવ્યા છે. ખુલ્લેઆમ સુરત શહેરમાં કોની ક્યારે હત્યા થઇ જાય છે એની જાન કોઈને પણ નથી. ખુલ્લેઆમ બજારોમાં હથિયાર લઈને રખડતા લુખ્ખાતત્વોની તસ્વીરો ઘણીવાર સામે આવી છે. આવા સમય વચ્ચે ફરીએકવાર સુરત શહેરના એક વિસ્તારમાં ‘ખૂની ખેલ’ ખેલાયો છે.

આણંદના ગુનાગારોના ઈતિહાસમાં નામચીન બનેલા સિધ્ધાર્થ રાવે ખંડણી, અપહરણ, લૂંટ, ઉંચા વ્યાજે નાણાં ધીરવા અને ધાક-ધમકી આપવી જેવા ગુનાઓ આચરી આણંદમાં ખૌફ ઉભો કર્યો હતો. ગુનાહિત માનસિકતામાં નશાના આદિ બનેલ સિધ્ધાર્થ રાવ દિવંગત ડી.વાય.એસ.પી કીરીટ બ્રહ્મભટ્ટનો દોહીત્ર હતો.

સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા. ગુનેગારોમાં પોલીસનો કોઇ ભય રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે.

સુરતના સરથાણા વિસ્તારમાંથી ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો. જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જેનો લાઇવ વીડિયો (Live Video) સામે આવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડની સામે 32 વર્ષીય સિધ્ધાર્થ રાવ ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર થઈ ગયા હતા.

ધોળા દિવસે ચપ્પુ ના ધા જીકી સરથાણા માં જાહેર રોડ પર આણંદ ના યુવક સિધ્ધાંત સંદીપ રાવની હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટના બાદ ઇજા ગ્રસ્ત ઈસમ ને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પીટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો છે. પૈસાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, સિધ્ધાર્થ કિશોર વય થી જ માથાભારે માનસિકતા ધરાવતો હતો.સિદ્ધાર્થ રાવના નામે સાત જેટલા લૂંટ તેમજ મારામારીના ગંભીત ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સિધ્ધાર્થ કુટુંબમાં એકનો એક દીકરો હતો.એકના એક દીકરાની અચાનક હત્યાથી કુટુંબમાં ઘેરી ગમગીની અને શોક વ્યાપ્યો છે.

આ સમગ્ર ઘટનાની જાણકારી મળતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તપાસ હાથ ધરી હતી. અને આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ કોણ છે એની કોઈ જાણકારી હાથ આવી નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ તરત જ કાર્યવાહી કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *