જામનગર(ગુજરાત): જામનગર(Jamnagar)ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(Dharmendrasinh Jadeja)ના યજમાન પડે હાલમાં ભાગવત સપ્તાહ શરુ છે. કથાનો આનંદ માણવા શહેરીજનો તેમજ રાજકીય આગેવાનો પહોંચી રહ્યા છે. ગુરુવારે રાત્રે કથા સ્થળે આયોજિત લોકડારામાં હાર્દિક પટેલ(Hardik Patel) પણ ઉપસ્થિત હતા.
એનસીપીના કાંધલ જાડેજા(Kandhal Jadeja), પૂર્વ મંત્રીઓ જયેશ રાદડિયા(Jayesh Radadia) અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની સાથે હાર્દિક પટેલે પણ કીર્તિદાન ગઢવી(kirtidan gadhvi) અને કિંજલ દવે(Kinjal Dave)ના ડાયરામાં એટલા પૈસા હતા ઉડાડ્યા કે તેઓ ગણીને થાકી ગયા હતા.
મળતી માહિતી મુજબ, જામનગરમાં ચાલી રહેલા ભાગવત સપ્તાહ દરમિયાન ગુરુવારે રાત્રે યોજાયેલા લોકડાયરામાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, NCPના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોગરા એક જ મંચ પર દેખાયા હતા. ત્રણેય પક્ષોના નેતાઓ એકબીજા પર પૈસા ઉડાવી મળ્યા હતા.
કીર્તિદાન ગઢવી, કિંજલ દવે અને નિશા બારોટના લોકડાયરા પર કાર્યક્રમ માણવા આવેલા યજમાન પરિવાર અને મહેમાનોએ પૈસાનો વરસાદ કર્યો હતો. કલાકારો અને રાજનેતાઓ પર 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં એટલા પૈસા ઉડાવ્યા કે જમીન પર નોટોનો ઢગલો થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.