અમદાવાદ(Ahmedabad): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે વધી રહ્યા છે. જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય, તેમ ખુલ્લેઆમ હત્યા(Murder) થતી હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. બાપુનગર (Bapunagar)માં યુવકે ઉછીના આપેલા પૈસા પરત માંગતા 2 શખ્સોએ તેની સાથે તકરાર કરી છરીથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે બાપુનગર પોલીસ દ્વારા બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
View this post on Instagram
યુસુફ ટકલો અને યુસુફ બટલો બન્ને ઉશ્કેરાઇ ગયા:
મળતી માહિતી અનુસાર, શહેરના રખીયાલ વિસ્તારમાં રહેતા મોહમદ આરીફે યુસુફ ટકલા અને યુસુફ બટકા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરીફ પરિવાર સાથે રહે છે અને ભરત કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જાણવા મળ્યું છે કે, મોહમદ આરીફ ગુરુવારે બપોરે બે વાગ્યાની આસપાસ બાપુનગર અંસાર નગર ખાતે મિત્ર યુસુફ બટકાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં યુસુફ ટકલો પણ હાજર હતો. તેમની સાથે મોહમદ આરીફે સિગારેટ પીધી હતી. બાદમાં યુસુફ ટકલાને આપેલા 8000 રૂપિયા મોહમદ આરીફે પરત માગ્યા હતા. ત્યારે યુસુફ ટકલો અને યુસુફ બટલો બન્ને ઉશ્કેરાઇ ગયા હતા. ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બન્ને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા:
આ પછી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બન્ને આરોપીઓ ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન યુસુફ ટકલાએ તેની પાસેથી છરી કાઢી હતી અને હુમલો કર્યો હતો. જેથી પેટના તેમજ નાભીના ભાગે મોહમદ આરીફને છરી વાગી ગઇ હતી. જ્યારે બીજો ઘા છાતીના ભાગે વાગ્યો હતો. છરીના ઘા ઝીંકતા મોહમદ આરીફ લોહીલુહાણ થઇ ગયો હતો.
ત્યારે બીજી તરફ યુસુફ બટકાએ છરીથી કોણીના ભાગે હુમલો કર્યો હતો. જેથી મોહમદ આરીફ ત્યાંથી ભાગ્યો હતો. ત્યારબાદ બુમાબુમ થતા સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જ્યારે લોહીલુહાણ હાલતમાં મોહમદ આરીફ નીચે પટકાયો હતો. આ પછી તેને સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. તેમજ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાને કારણે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.