આ વ્યક્તિને 35,000 મહિલાઓ સાથે હતા અનૈતિક સબંધ- મોજમસ્તી માટે તમામ હદો કરી હતી પાર

ઘણાં એવાં વ્યક્તિઓ હોય છે, કે જેમનું નામ ‘ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકૉર્ડ’ માં નોધવામાં આવ્યું હોય છે. આ રેકોર્ડમાં નામ નોધાવવા માટે તમારે કોઈપણ વ્યક્તિ ન કરી શકે એવું કરીને બતાવવું પડે છે. હાલમાં જ એક જાણકારી સામે આવી રહી છે.

કેરેબિયાઈ સાગરમાં આવેલ ક્યૂબા દેશનાં રાષ્ટ્રપતિનું જીવન ઘણું જ રસપ્રદ તથા રોમાંચથી ભરેલ છે. ક્યૂબાનાં પૂર્વ રાષ્ટ્રપતિ વિશે જાણવામાં આવે છે, કે 82 વર્ષની ઉંમરે એમને કુલ 35,000 મહિલાઓની સાથે સંબંધ બનાવ્યા હતાં. આ વાતનો ખુલાસો એમનાં પર બનેલ એક ડૉક્યુમેન્ટ્રીમાં કરવામાં આવ્યો છે.

ન્યૂયૉર્ક પોસ્ટે એક અધિકારીનાં હવાલેથી જણાવતાં કહ્યું હતું કે તે નિયમિત અંદાજે કુલ 2 મહિલાઓની સાથે સંબંધ પણ બાંધતો હતો. આ નિત્યક્રમ અંદાજે કુલ 4 દશકથી પણ વધુ સમયથી ચાલતો હતો. ક્યૂબાનાં આ પૂર્વ રાષ્ટ્રપતિનું નામ ફિદેલ કાસ્ત્રો છે.

વર્ષ 1959માં ક્રાંતિ દ્વારા ફુલ્ગેંકિયો બતિસ્તાની તાનાશાહીને ઉખાડીને તેઓ સત્તામાં આવ્યા હતા. એમને કોમ્યૂનિસ્ટ ક્યૂબાનાં ‘જનક’ પણ માનવામાં આવતાં હતાં. 25 નવેમ્બર વર્ષ 2016 નાં રોજ કુલ 90 વર્ષની વયે એમનું અવસાન થયું હતું.

ફિદેલ કાસ્ત્રો બ્રિટનની મહારાણી તથા થાઈલેન્ડનાં રાજા પછી વિશ્વનાં ત્રીજા એવા રાષ્ટ્રઅધ્યક્ષ હતાં કે જેણે ખુબ જ લાંબા સમય સુધી રાજ પણ કર્યું હતું. વર્ષ 1959-1976 સુધી તેઓ ક્યૂબાનાં વડાપ્રધાન તથા વર્ષ 1976-2008 સુધી રાષ્ટ્રપતિ પણ રહ્યા હતાં.

ફિદેલ કાસ્ત્રોનું નામ ‘ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકૉર્ડ’ માં પણ નોંધવામાં આવ્યું છે. આ રેકૉર્ડ એમણે ભાષણ આપીને બનાવ્યો હતો. 29 સપ્ટેમ્બરને વર્ષ 1960 નાં રોજ એમણે સંયુક્ત રાષ્ટ્રમાં કુલ 4 કલાક 29 મિનિટનું પ્રવચન પણ આપ્યું હતુ.

એમનું કુલ 7 કલાક 10 મિનિટનું સૌથી મોટું પ્રવચન ક્યૂબામાં વર્ષ 1986માં રેકૉર્ડ કરવામાં પણ આવ્યું હતુ. આ ભાષણ એમણે હવાનામાં કૉમ્યુનિસ્ટ પાર્ટી કૉંગ્રેસનાં કાર્યક્રમમાં આપ્યું હતું. કાસ્ત્રોની ગાયનાં નામે પણ એક વિશ્વ રેકૉર્ડ રહેલો છે.

કાસ્ત્રોની ગાય ઉબ્રે બ્લાંસાનાં નામે સૌથી વધુ દૂધ આપવાનો રેકૉર્ડ છે. આ ગાયએ માત્ર 1 જ દિવસમાં કુલ 110 લીટર દૂધ આપીને ‘ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ’ માં પોતાનું નામ પણ નોંધાવ્યું હતુ.કાસ્ત્રોએ એવો દાવો કર્યો હતો, કે કુલ 600 થી પણ વધુ વખત એમની હત્યાનાં પ્રયાસ કરવામાં આવ્યા હતાં.

આની માટે એમણે મુખ્યત્વે ‘અમેરિકી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી’ને જ જવાબદાર ગણાવી હતી. એમનો દાવો હતો, કે એમની હત્યા કરવાં માટે ઝેરીલી દવાઓ, ઝેરીલા સિગાર, વિસ્ફોટ તેમજ ઝેરીલા પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એમણે અમેરિકાનાં પ્રતિબંધો કુલ 45 વર્ષ સુધી તેમજ અમેરિકાનાં જ કુલ 11 પ્રમુખોનો સામનો પણ કર્યો હતો. આમાં આઈઝેનહોવરથી લઈને બિલ ક્લિન્ટનનો પણ સમાવેશ થાય છે. વર્ષ 1962માં શીત યુદ્ધ વખતે ફીડેલ કાસ્ટ્રોએ સોવિયેત યુનિયનને ક્યુબાની સીમાએ અમેરિકાની સામે જ મિસાઈલ ગોઠવવાની પરવાનગી આપીને સમગ્ર વિશ્વને ચોકાવી દીધું હતું. એમણે અમેરિકાથી માત્ર 144 જ કિમી દૂર મિસાઈલ તૈનાત કરવાં માટેની લીલીઝંડી પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *