2013માં દૂરદર્શન પર આવતો શો મહાભારત ફરી એક વખત ટેલીકાસ્ટ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પણ મહાભારત નો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે દુર્યોધનના મામા અને ગાંધારીના ભાઈ શકુનીનું નામ જરૂર યાદ આવે છે. દુર્યોધનના મનમાં પાંડવો માટે નફરતના બી મામા શકુની એ રોપીયા હતા. શકુની મામા એ એવા પાસા ફેંક્યા કે કૌરવો અને પાંડવો ભાઈઓ હોવા છતાં કુરુક્ષેત્રના યુદ્ધમાં સામે સામે આવી ગયા. મહાભારતના યુદ્ધ બાદ કુરુ વંશનો નાશ થયો.
એક ધાર્મિક કથાનુસાર શકુની નહોતો ઈચ્છતો કે તેની બહેન ના વિવાહ ધૃતરાષ્ટ્ર સાથે થાય. પિતામહ ભીષ્મ ના દબાવમાં ગાંધારીને ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા પડ્યા હતા. જેનો બદલો શકુની લેવા ઈચ્છતો હતો. બદલાની ભાવના માં શકુની બહેન સાથે હસ્તિનાપુર આવી ગયો અને ષડયંત્ર રચવા લાગ્યો.
એક વખત ભીષ્મ પિતામા એ શકુનિના આખા પરિવારને બંધી ગૃહ માં નાખી દીધો હતો. બંદી ગૃહમાં તેમને એટલું જ ભોજન મળતું કે જેને ખાઈને તેઓ ધીમે ધીમે તડપી તડપીને મરી જાય. ભૂખના કારણે જ્યારે શકુનિના બધા જ ભાઈઓ ખોરાક માટે અંદરોઅંદર લડવા લાગ્યા ત્યારે તેના પિતાએ નક્કી કર્યું કે હવેથી આખું ભોજન એક જ વ્યક્તિ ખાશે. તેના પિતાએ કહ્યું કે આપણે બધા પોતાનો જીવ આપી ને એક નો જીવ બચાવીએ તો તે વ્યક્તિ આપણો બદલો લઇ શકશે. જેથી નક્કી કરવામાં આવ્યું કે સૌથી ચતુર અને બુદ્ધિશાળી જ આખું ભોજન ખાસે.
શકુની સૌથી નાનો હતો પરંતુ ચતુર અને બુદ્ધિમાન હોવાને કારણે બધું જ ભોજન શકુની ને મળવા લાગ્યું. શકુની પોતાના પરિવાર સાથે થયેલા અત્યાચારને ભૂલી ન જાય તે માટે તેના પરિવારે તેનો એક પગ તોડી નાખ્યો. જેનાથી શકુની લંગડો ચાલવા લાગ્યો.
શકુની ના પિતા જ્યારે બંધી ગૃહમાં મરવા લાગ્યા ત્યારે તેમણે શકુની ની ચોપાઈમાં રુચિ જોઈને શકુની ને કહ્યું કે મારા મરણ પછી મારી આંગળીઓ થી પાસા બનાવજે. તેમાં મારો આક્રોશ ભરેલો હશે, જેનાથી ચોપાઈના ખેલમાં તને કોઈ હરાવી નહીં શકે. આના કારણે શકુની દર વખતે ચોપાઈના ખેલમાં જીતી જતો હતો. તે પાંડવોને ચોપાઈમાં હરાવવામાં પણ સફળ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news